બીએસ-6 વાહનચાલકો માટે ખુશખબર આવી છે જેમાં કેન્દ્ર સરકારે બીએસ-6ના પેટ્રોલ વાહનોમાં CNG અને LPG કિટના રેટ્રોફિટમેન્ટની મંજૂરી આપી છે. મંત્રાલયના આ નિર્ણયથી લાખો વાહનચાલકોને લાભ થશે. ફક્ત દિલ્હીમાં લગભગ ચાર લાખ વાહનમાલિકોને ફાયદો થશે. જો તમે બીએસ-6 એન્જીનવાળી કારમાં CNG અને LPG લગાવવાનું વિચારી રહ્યા છો, તો તમે આ કામ કરાવી શકો છો. અગાઉ માત્ર બીએસ-4 સુધીના એન્જિન વાહનોને કિટ લગાવવાની મંજૂરી આપવામાં આવી હતી….

ભારતમાં બીએસ-6 વાહનોની સંખ્યા લાખોમાં છે. અત્યાર સુધી આ વાહનોમાં સીએનજી કીટ લગાવાનો નિયમ નહોતો. કેટલીય કંપનીઓના બીએસ 6 વાહનોના મોડલ એવા છે, જેમાં CNG મોડલ નથી આવતા. રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય (MoRTH)એ એક નોટિફિકેશન બહાર પાડ્યું છે.

આ નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે, બીએસ (ભારત સ્ટેજ)- VI ગેસોલીન વાહનો પર CNG અને LPG કિટના રેટ્રોફિટમેન્ટ અને બીએસ-VI ના મામલે 3.5 ટનથી ઓછા ડીઝલ એન્જિનને CNG અને LPG એન્જિનથી બદલી શકાય છે…

આ નોટિફિકેશનમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, CNG એક પર્યાવરણને અનુકૂળ ઈંધણ છે અને પેટ્રોલ તથા ડીઝલની સરખામણીએ કાર્બન મોનોક્સાઈડ, હાઈડ્રોકાર્બન, પાર્ટિક્યુલેટ મેટર અને ધુમાડાના ઉત્સર્જન સ્તરને ઓછું કરશે. મંત્રાલયે વધુમાં જણાવ્યું કે, હિતધારકો સાથે ચર્ચા વિચારણ કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FiSSadlUTGL3knNTGaYkRl

error: Content is protected !!