સમસ્ત બ્રહ્મસમાજ વાંકાનેર દ્વારા આયોજીત ભુદેવો કા રાજા ગણપતિ મહોત્સવ ખાતે આજે તા. ૧૮ સપ્ટેમ્બર, શનિવારના રોજ રાત્રે ૧૦ કલાકે સ્ટેચ્યુ ચોક, બાપુના બાવલા પાસે ગરબા હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સમગ્ર વાંકાનેરની જનતાને પધારવા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે….

 

આ ગરબા હરીફાઈમાં બાળકો અને બહેનોમાં વિજેતા પ્રથમ ત્રણ ઉમેદવારોને અલગ કેટેગરીમાં ઇનામો આપી પ્રોત્સાહિત પણ કરવામાં આવશે. ઉપરાંત ટ્રેડીશનલ ડ્રેસ માટે બાળકો અને બહેનોમાં પણ વિજેતા ઉમેદવારોને ઇનામો આપવામાં આવશે જેથી આજે રાત્રે વાંકાનેર સ્ટેચ્યુ ચોકમાં ભુદેવો કા રાજા ગણપતિ મહોત્સવ ખાતે યોજાનાર ભવ્ય ગરબા હરીફાઈમાં પધારવા બ્રહ્મસમાજ દ્વારા વાંકાનેરની જનતાને નિમંત્રણ આપવામાં આવ્યું છે…

આ સમગ્ર ગરબા હરીફાઈનુ આજરોજ ચક્રવાત ન્યુઝ દ્વારા લાઈવ કવરેજ કરવામાં આવશે, જેનું પ્રસારણ જોવા માટે અમારા ફેસબુક પેજ પર આપ જોડાઇ શકો છો. આ સાથે જ પ્રોગ્રામ શરૂ થયે તેની લાઈવ લિંક વ્હોટસએપ ગ્રુપમાં પણ મુકવામાં આવશે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/GwvaiaIa6u6Hh5q4m1UAJF

error: Content is protected !!