હાઈવે ખાતે રાત્રીના એક વાગ્યાની ઘટના : સંજોગો વશ પોલીસ ઘટનાસ્થળે પહોંચી જતાં બે આરોપી ઝડપાયા…
વાંકાનેર શહેર ખાતે ગત મોડી રાત્રીના હત્યાનો બનાવ બનતા ખળભળાટ મચી ગયો છે જેમાં વાંકાનેર હાઈવે ચોકડી પાસે ડો. મીતુલ પટેલ હોસ્પિટલ વાળી શેરીના નાકે રાત્રીના એક વાગ્યાની આસપાસ અમીત કોટેચા નામના યુવાનની કોઈ શખ્સો દ્વારા છરીના ઘા ઝીંકી હત્યા કરી નાખવામાં આવી હતી….
બનાવની સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ વાંકાનેર શહેરની હાઈવે ચોકડી પાસે ડો. મિતુલ પટેલ દવાખાના વાળી શેરીના નાકે ગત રાત્રીના એક વાગ્યાની આસપાસ ગંજાનંદ ઈન્ડસ્ટ્રીઝ વાળા અમીતભાઈ(ઉર્ફે લાલો) અશ્વિનભાઈ કોટેચાની છરી અને તિક્ષણ હથીયારોના ઘા ઝીંકી હત્યા કરી નાખવામાં આવી હતી…
બનાવના સમયે પોલીસ ટીમ ત્યાંથી પેટ્રોલિંગમાં નિકળતા પોલીસે બે હત્યારાઓને સ્થળ પરથી દબોચી લીધા હોવાની માહિતી સુત્રો પાસેથી મળી રહી છે, જેમાં બનાવની વધુ તપાસ પોલીસે શરૂ કરી વધુ માહિતી મેળવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે…
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/K5fTG3Y1GPH96hFtRmTNso