વાંકાનેર શહેર નજીક આવેલ વિકાસ જીનીંગ મીલ (કોર્ટેક્ષ) પાસે આજે સાંજના સમયે કોઈ અજાણ્યા લુંટારૂઓ દ્વારા 27 લાખની લુંટ ચલાવવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે જેથી બનાવની જાણ થતાં વાંકાનેર સીટી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે અને હાલ બનાવની તપાસ શરૂ કરવામાં આવી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક આવેલ વિકાસ જીનીંગ મીલ પાસે આજે સાંજના સમયે વિકાસ કોર્ટેક્ષનું કામ પુરૂ કરી ઘરે પોતાની ગાડીમાં પરત ફરતા જીન માલીકની ગાડીને આંતરને લુંટ ચલાવવામાં આવી હતી જેમાં જીનની બહાર નીકળાની સાથે જ લુંટારૂઓ બાઈક પર આવી ચાલું ગાડી પર અચાનક ધોકા વડે હુમલો કરી ગાડીના કાચ તોડી ગાડી રોકાવી હતી…

જે બાદ લુંટારૂઓએ કાર ચાલક પર હુમલો કરી તેમને ઈજાગ્રસ્ત કરી છરી બતાવી ગાડીમાં રાખેલ વિકાસ કોર્ટેક્ષ પેઢીના રોકડા 27 લાખની લુંટ ચલાવી ફરાર થઈ ગયા હતા જે બાદ તાત્કાલિક ઈજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જેની જાણ થતાં જ વાંકાનેર સીટી પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી જવા રવાના થયો છે અને બનાવની તપાસ શરૂ કરી છે….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/ITdstyiYTKV5TlRSErDyet

error: Content is protected !!