કંપની દ્વારા હાઈસ્કૂલમાં સંપૂર્ણ ડિજીટલ ક્લાસરૂમ સાથે જ સિંધાવદર ગ્રામ પંચાયતને સોલાર સ્ટ્રીટ લાઇટ અને કલાવડી પ્રા. શાળામાં આર.ઓ. વોટર કુલર ડોનેટ કરાયું….
વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામ નજીક આવેલ દેશની નામાંકિત BPCLની પેટા કંપની ભારત ઓમાન રિફાઇનરી લિમિટેડ (BORL) દ્વારા કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિપી(સી.એસ.આર.) પ્રવૃત્તિ હેઠળ સિંધાવદર ગામની એસ.એમ.પી. હાઈસ્કૂલમાં સ્માર્ટ ક્લાસરૂમ જેમાં પ્રોજેક્ટર, યુપીએસ બેકઅપ સાથેનું કોમ્પ્યુટર, ડિજીટલ સ્ટડી મટીરીયલ, ક્લાસરૂમમાં વોટિંગ બોર્ડ સહિત 60 ખુરશી ધરાવતા સંપૂર્ણ ડિજીટલ ક્લાસરૂમ નું નિર્માણ કરવામાં આવ્યું છે….
આ સાથે જ કંપની દ્વારા સિંધાવદર/વિડી ભોજપરા સંયુક્ત ગ્રામ પંચાયતમાં ગ્રામજનોની સુવિધા માટે ૨૦ સોલાર એલઈડી સ્ટ્રીટ લાઇટ ડોનેટ અને કલાવડી પ્રાથમિક શાળામાં બાળકોને શુદ્ધ પિવાનું પાણી મળી રહે તે માટે ઓર.ઓ. અને વોટર કુલર ડોનેટ કરવામાં આવ્યું હતું….
એસ.એમ.પી. હાઈસ્કૂલ સિંધાવદર ખાતે યોજાયેલ કંપનીની સી.એસ.આર. પ્રવૃત્તિઓના આ ઉદ્ઘાટન સમારોહમાં વાંકાનેર પ્રાંત અધિકારી શિરેસીયા, મામલતદાર, નાયબ મામલતદાર, પી.એસ.આઈ., ટીડીઓ, કંપનીના અધિકારીઓ અને ગામના જાગૃત નાગરિકો હાજર રહ્યા હતા અને કંપનીની કામગીરીને બિરદાવી હતી….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/GGMW3yYtFoRGJ5RjMVvSRS