વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામ નજીકથી વાંકાનેર તાલુકા પોલીસની SHE TEAM ને એટ છ વર્ષની બાળકી રડતી હાલતમાં મળી આવી હતી જેથી પોલીસે આ બાળકીની દેખરેખ/સંભાળ રાખી તેના માતા-પિતાને શોધી બાળકીનું તેના પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું….
વાંકાનેર તાલુકા પોલીસની SHE TEAMના હેડ કો. મોમજીભાઇ રામજીભાઇ ચૌહાણ, કો. મનજીભાઇ હમીરભાઇ શીયાળ, કો. અકીલભાઇ હાસમભાઇ બાંભણીયા તથા વુમન લોકરક્ષક હીનાબેન હમીરભાઇ પાંચીયા સહિતનો સ્ટાફ કામગીરીમાં હોય દરમ્યાન પંચાસીયા ગામ નજીક પવનસુત પેપરમીલ પાસેથી એક છ વર્ષની બાળકી રડતી હાલતમાં મળી આવી હતી,
જેથી પોલીસ ટીમે બાળકીનુ નામ ઠામ પુછતા પોતાનુ નામ અન્નપુર્ણા જીતેન હોવાનું જણાવ્યું હતું, જેથી પોલીસે બાળકીની દેખરેખ/સંભાળ રાખી અને તેના માતા-પિતાને શોધવા કવાયત હાથ ધરી બાદ બાળકીના પિતા જીતેનભાઇ કૈલાશભાઇ વસુનીયા (રહે. હાલ માઇક્રોન કંપની, તા.જી.મોરબી, મુળ-બલગાવડી જી.ધાર(એમ.પી) મળી આવતા પોલીસ ટીમે બાળકીનું તેના માતા- પિતા સાથે સુખદ મીલન કરાવ્યું હતું…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/GGMW3yYtFoRGJ5RjMVvSRS