વાંકાનેર વિસ્તારમાં કોઈ પણ પ્રકારની મેડિકલ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરી દવાખાનું ચલાવતા વધુ એક બોગસ ડોકટરને મોરબી એસ.ઓ.જી. ટીમે ઝડપી લીધો હતો. જેમાં પોલીસે આરોપીની ધરપકડ કરી તેની સામે મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક એસ.આર. ઓડેદરા સાહેબની સૂચના તથા એસઓજી પીઆઇ જે. એમ. આલના માર્ગદર્શન હેઠળ મોરબી એસઓજી સ્ટાફ દ્વારા વાંકાનેર તાલુકાના માટેલ રોડ પર આવેલ અમરધામ ચોકડી, પ્રયાગ ચેમ્બર્સમાં પટેલ ક્લિનિક નામનું દવાખાનું કોઈ પણ પ્રકારની ડિગ્રી વગર ચલાવતા બોગસ ડોકટર પ્રવિણભાઇ મનસુખભાઈ વઘાસીયા (રહે. ઉમા ટાઉનશિપ, મોરબી)ને ઝડપી લીધો હતો…
મોરબી એસઓજી ટીમ દ્વારા ડિગ્રી વગર મેડિકલ પ્રેક્ટિસ કરતા નકલી ડોક્ટરને તેના દવાખાનેથી રંગે હાથ ઝડપી પાડી સ્થળ પરથી સારવાર માટેની દવાઓ તથા મેડિકલ સાધનો મળી કુલ રૂ.15,655 નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી સામે મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ 30, 33 મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
મોરબી એસઓજી ટીમની આ કામગીરીમાં એ.એસ.આઇ. કિશોરભાઈ મકવાણા, હેડ કો. રસિકભાઈ કડીવાર, જયપાલસિંહ જાડેજા, કો. ધર્મેન્દ્રભાઈ વાઘડીયા, સતિષભાઈ ગરચર, યોગેશદાન ગઢવી સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/E0Grl1IdoJIGSEz14imJmi