આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાબતે ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં પક્ષે નિર્ણય લીધો છે કે ૧). કોઈ પણ કાર્યકર્તા ત્રણ એટલે કે ૧૫ વર્ષ જે તે સંસ્થામાં સેવા આપી ચૂક્યા હોય, ૨). ૬૦ કરતાં વધુ ઉંમરનો હોય, અને ૩). સંગઠનના હોદ્દેદારો અને ભાજપના ચૂંટાયેલા પદાધિકારીઓના લોહીના સંબંધ ધરાવતા વારસદાર હોય તેવા કાર્યકર્તાને ભાજપની ટિકિટ આપવામાં નહીં આવે,

તેનાથી ઘણા બધા યુવાનોને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પક્ષ તરફથી ઉમેદવારી કરવાની તક મળશે, આ સાથોસાથ નેતૃત્વ કરવા માટે દરેક યુવાનો માટે નવી તકોનું સર્જન થશે અને પક્ષના દરેક કાર્યકર્તાઓને એક ઉત્તમ સોભાગ્ય પ્રાપ્ત થશે. જેથી પક્ષના આ નિર્ણયને ઐતિહાસિક નિર્ણય ગણી શકાય….

પક્ષના આ નિર્ણયથી યુવાનોને પોતાની રાજકીય કારકિર્દી ઘડતર કરવાનો અવસર પ્રાપ્ત થશે જે બદલ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલનો મોરબી જિલ્લા યુવા ભાજપના મહામંત્રી ચેતનગીરી ગોસ્વામી દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/E0Grl1IdoJIGSEz14imJmi

error: Content is protected !!