યાત્રાના સ્વાગત સમયે હોબાળો સર્જાયો…: મામલો થાળે પડતાં જાહેરસભા બાદ યાત્રા શહેરનાં માર્ગો પર ફરી મોરબી તરફ આગળ વધી…

કેન્દ્ર મંત્રી પિયુષ ગોયલને આવકારતા પુર્વ સાંસદ લલિતભાઈ મહેતા

ભાજપ દ્વારા ગુજરાતના દ્વારકા ખાતેથી ગૌરવ યાત્રા શરૂ કરવામાં આવી છે જે સમગ્ર રાજ્યભરમાં પ્રવાસ કરી રહી છે, જે ગૌરવ યાત્રા કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ સાથે આજે ટંકારાથી વાંકાનેર શહેર ખાતે પધારી હતી જેનું વાંકાનેર ભાજપ અગ્રણીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જે બાદ યાત્રા વાંકાનેર માર્કેટ ચોક ખાતે પધારી ત્યાં જાહેર સભા યોજાઈ હતી બાદ યાત્રા વાંકાનેર શહેરના રાજમાર્ગો પર ફરી હતી….

આ ગૌરવ યાત્રામાં ભાજપ સરકારના કેન્દ્રિય મંત્રી પિયુષ ગોયલ, સાસંદ મોહનભાઈ કુંડારીયા, વાંકાનેર મહારાણા શ્રી કેશરીદેવસિંહ ઝાલા, કેબિનેટ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં વાંકાનેર વિસ્તારના નાગરિકો જોડાયા હતા…

યાત્રાના સ્વાગત સમયે હોબાળો સર્જાયો, મોહન કુંડારિયા હાય…હાય…ના નારા પોકારાયા‌….

કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયેલની આગેવાનીમાં નીકળેલી ભાજપની ગૌરવ યાત્રા આજે વાંકાનેર પહોંચતાની સાથે આ ગૌરવયાત્રામાં સાંસદ મોહન કુંડારિયા હાય હાયના નારા લાગ્યા હતા. જેમાં યાત્રાના સ્વાગત સમયે લોકોએ સાંસદ પ્રત્યે ઉગ્ર નારેબાજી કરતા થોડીવાર માટે ગરમા ગરમી સર્જાઇ હતી….

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/Caugn0J3CfLIgMBhvNsup0

 

error: Content is protected !!