વાંકાનેર તાલુકાના કોઠી ગામના વતની અને વાંકાનેર શહેર ખાતે સ્થાયી થઇ હોલસેલ ફાર્મા ડિસ્ટ્રીબ્યુટર તરીકે વર્ષ 2003 થી કાર્યરત એવા નામાંકિત મેક્ષોન ફાર્માના ઓનર ઇમ્તીયાઝભાઈ બાદીનો આજે જન્મદિવસ છે, જેઓ છેલ્લા 20 વર્ષથી વાંકાનેર ખાતે હોલસેલ મેડિકલ / ફાર્મા કંપનીઓના ડિસ્ટ્રીબ્યુટર તરીકે મેડિકલ ક્ષેત્રમાં કાર્ય કરી રહ્યા છે….
સમગ્ર વાંકાનેર વિસ્તારમાં સૌથી મોટા ફાર્મા ડિસ્ટ્રીબ્યુટર એવા ઇમ્તીયાઝભાઈ બાદી આજે પોતાના જીવનના 39 વર્ષ પુરા કરી 40માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે, જેમાં તેઓ મેડિકલ ક્ષેત્રમાં બહોળી નામના ધરાવતા હોય, જેથી તેમના સગા-સ્નેહી, પરિવારજનો તથા મિત્રમંડળ દ્વારા તેમને રૂબરૂ, સોસીયલ મિડિયામાં તથા મોબાઇલ નં. 97221 14389 પર શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે….
ચક્રવાત ન્યુઝ અને ટીમ તરફથી ઇમ્તીયાઝભાઈ બાદીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ….