વાંકાનેર તાલુકાનાં ભેરડા ગામ ખાતે ગઇકાલે સાંજના સમયે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયાની ઉપસ્થિતિમાં વિશાળ સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વાંકાનેર ધારાસભ્ય, તાલુકાના સામાજિક તથા રાજકીય અગ્રણીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ગુજરાત સરકારનાં કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા વાંકાનેર તાલુકાની મુલાકાતે આવ્યા હોય જેથી ભેરડા ગામે એક સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વાંકાનેર તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારનાં પીવાના પાણી અને સિંચાઈ તેમજ પાણી પુરવઠાને લગતા વિવિધ પ્રશ્નોનું કાયમી ધોરણે નિરાકરણ માટે આ વિસ્તારના નાગરિકોએ મંત્રીશ્રીને રજુઆત કરી હતી...
આ તકે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, વાંકાનેર તાલુકા પંચાયત પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા, વાંકાનેર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પ્રજ્ઞેશભાઈ પટેલ, વાંકાનેર તાલુકા ભાજપ મહામંત્રી કિશોરસિંહ ઝાલા, હિરાભાઈ બાંભવા, જીલ્લા તેમજ તાલુકાનાં અધિકારી, ભાજપ કાર્યકર્તાઓ, તાલુકા પંચાયત સદસ્યો, સરપંચો, સહકારી આગેવાનો, તેમજ બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1