વાંકાનેર શહેર નજીક આવેલ તાલુકાના રાતીદેવરી ગામે આવેલ અનકુંવરબા ધામ ખાતે આજરોજ દાતાના સહયોગથી વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અનકુંવરબા ધામના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું…
બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેરના રાતીદેવરી ગામે આવેલ અનકુંવરબા ધામ ખાતે અનકુંવરબા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દાતાશ્રી અલ્પેશભાઈ દુદાભાઈ વડગાસિયા પરિવાર(મોરબી)ના સહયોગથી વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રથમ શાસ્ત્રોક્ત વિધિ દ્વારા વૃક્ષ પુજન કરાયા બાદ વૃક્ષોનું આરોપણ કરવામાં આવ્યું હતું. આ તકે રાતીદેવરી ગામના આગેવાનો અને પર્યાવરણ પ્રેમી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1