નેશનલ હાઈવે રોડની બાજુમાં જ કારખાનેદાર દ્વારા છેલ્લા 15 દિવસથી ઈન્ડસ્ટ્રીયલ વેસ્ટને સળગાવતા સર્જાતી સમસ્યા…
એક તરફ રાજ્ય સરકાર દ્વારા વધતા જતા પ્રદુષણ બાબતે પર્યાવરણને બચાવવા વૃક્ષારોપણ કાર્યને વેગવાન બનાવાઇ રહ્યું છે ત્યારે વાંકાનેરના ઈન્ડસ્ટ્રીયલ ઝોન ગણાતા વાંકાનેર-મોરબી નેશનલ હાઈવે પર આવેલ ભાયાતી જાંબુડીયા ગામના પાટિયા પાસે રોડની બાજુમાં જ કોઈ કારખાનેદાર દ્વારા છેલ્લા 15 દિવસથી ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ ફેકી તેને નાશ કરવા માટે ત્યાંજ સળગાવતા હાઈવે પર દિવસ ભર ધુમાડાના ગોટેગોટા ફેલાયેલા રહે છે જેનાથી અહિંથી પસાર થતા વાહન ચાલકોને આગળનું જોવામાં અને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે…
બાબતે આ ધુમાડાના કારણે નેશનલ હાઈવે પર પસાર થતા વાહનો વચ્ચે કોઈ ગંભીર અકસ્માત સર્જાય તે પુર્વે બાબતે જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય પગલાં ભરી આ ઈન્ડસ્ટ્રીયલ વેસ્ટનો યોગ્ય નિકાલ કરી તેને ફેંકનાર કારખાનેદાર સામે કડક કાર્યવાહી કરવા લોકમાંગ ઉઠી છે…
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 15 દિવસથી આ સમસ્યા સર્જાતી હોય જેમાં અહિંથી પસાર થતા વાહન ચાલકો અને આજુબાજુના વિસ્તારમાં કામ કરતા લોકોને ભારે તકલીફ પડતી હોય છતાં આજસુધી જવાબદાર પ્રદુષણ બોર્ડ દ્વારા આ બાબતે ઈન્ડસ્ટ્રીયલ વેસ્ટને ફેકનાર કારખાનેદાર સામે કોઇ કાર્યવાહી કે પગલાં લેવામાં આવ્યાં નથી.
શું જવાબદાર અધિકારીઓને આંખે મોતીયા આવ્યા છે કે પછી જાણી જોઈને આંખ આડા કાન કરવામાં આવી રહ્યાં છે ? બાબતે સમસ્યાથી કોઈ નાગરિક ગંભીર અકસ્માતનો ભોગ બની પોતાનો જીવ ગુમાવે તે પહેલાં કોઈ પગલાં લેવાશે કે કેમ ?
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/BBPmFuPxq5xC5S1cwdDcDq