વાંકાનેર શહેર નજીક આવેલ અને તાલુકાના ચંદ્રપુર ગામની ભાટીયા સોસાયટીમાં ઘર પાસે ગાળો બોલવાની ના પડતા યુવતી અને તેના સાહેદો પર પાડોશમાં રહેતા ત્રણ સભ્યોએ હુમલો કરી, માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં વાંકાનેર પોલીસે યુવતીની ફરિયાદ પરથી પાડોશમાં રહેતા ત્રણ સભ્યો સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ખુશ્બુબેન ઘનશ્યામભાઈ મકવાણા (ઉ.વ. 23, રહે. ત્રિલોકધામ સોસા.પાસે, ભાટીયા સોસાયટી, વાંકાનેર)એ વાંકાનેર શહેર પોલીસમાં આરોપીઓ શહેનાઝબેન હનીફભાઈ શાહમદાર, હનીફભાઈ અલીભાઈ શાહમદાર, ઈલ્યાસભાઈ ઈબ્રાહીમભાઈ (રહે. ત્રણેય ભાટીયા સોસા. ચંદ્રપુર, તા.વાંકાનેર) સામે ફરિયાદ નોંધાવી છે કે, તા.૭ ના રોજ આ કામના આરોપી શહેનાઝબેન હનીફભાઈ શાહમદારએ ફરીયાદીના ઘરની પાછળની સાઈડ દુકાનના ઓટા પર બેઠેલ છોકરાવ ગાળો બોલતા શહેનાઝબેનએ ગાળો ન બોલવા કહેતા,
ફરીયાદીના ભાઈ સાહેદ જીજ્ઞેશભાઈ ઘનશ્યામભાઈ મકવાણા ત્યાં બેઠેલ હોય તેણે શહેનાઝબેનને પોતે ગાળ બોલેલ નથી તેમ કહેતા આરોપીઓએ તેની સાથે બોલાચાલી કરી ગાળો બોલતા ફરિયાદી, તેની માતા અને તેની બહેન અંજલીબેન તેઓને સમજાવવા માટે ગયા હતા ત્યારે ત્રણેયને બોલાચાલી કરી ગાળો બોલી ઝપાઝપી કરી મુંઢ ઇજાઑ કરી હતી અને ઈલ્યાસભાઈ ઈબ્રાહીમભાઈએ ગાળો બોલી છુટા પથ્થરનો ઘા કરતા ફરીયાદી પોતાના ઘરના ધાબા પર ઉભેલ હોય તેને મોઢાના ભાગે વાગતા નાકના ભાગે તથા ડાબી આંખના ભાગે ઇજા થઈ હતી
અને હનીફભાઈ અલીભાઈ શાહમદારએ ફરીયાદીના ભાઈ જીજ્ઞેશભાઈને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જેથી આ બનાવ બાદ ફરિયાદીએ બનાવની જાણ વાંકાનેર શહેર પોલીસને કરતા પોલીસે તમામ આરોપીઓ સામે આઇ.પી.સી. કલમ- ૩૩૭, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨),૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/FB7hsfmc8HKJBWvwLLjx2f