બાબતે અનેક રજૂઆતો બાદ પણ સ્થિતિ જૈસે થે રહેતા ગામના ઉપસરપંચે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી, તંત્રની ખોર-ગોરની નિતીથી નાગરિકો હેરાન-પરેશાન….
વાંકાનેર શહેર નજીક આવેલ ભાટીયા સોસાયટીના નાગરિકોને છેલ્લા ચાર મહિના જેટલા સમય નર્મદાનું પાણી આપવાનું બંધ કરવામાં આવ્યું છે જેથી આ બાબતે ચંદ્રપુર ગામના ઉપસરપંચ દક્ષાબા હરિશ્ચંદ્રસિંહ ઝાલા દ્વારા વાંકાનેર પાણી પુરવઠા અધિકારીને લેખિત આકરી રજુઆત કરવામાં આવી છે જેમાં તેમણે ગંભીર આક્ષેપો સાથે જણાવ્યું છે કે, વાંકાનેર તાલુકાના ચંદપુર-૨, ભાટીયા સોસાયટીમાં છેલ્લા ચાર માસથી નર્મદાનું પાણી આવતું નથી અને હાલ ચંદપુર-૧ ગામમાં નિયમીત નર્મદાનું પાણી મળે છે, તો આ બંને ગામ એક જ હોય અને એક ગામના બે ભાગ પાડેલ હોય જેમાં ચંદપુર-૧ માં નિયમીત નર્મદાનું પાણી મળે છે અને ચંદપુર-૨ માં નર્મદાનું પાણી મળતું નથી.
હાલ ગ્રામ પંચાયત કચેરી દ્વારા તાત્કાલિક નાગરિકોની સુવિધા માટે બોર દ્વારા પાણી આપવામાં આવતું હોય તો એક જ ગામ હોવા છતાં ભાટીયા સોસાયટી સાથે આવો ભેદભાવ કેમ ? આ બાબતે ભાટીયા સોસાયટીના રહીશોએ પાણી પુરવઠા કચેરીને અનેકવિધ મૌખિક રજુઆતો કરેલ હોય છતાં આજ સુધી બાબતે કોઈ ધ્યાન આપવામાં આવેલ નથી.
આ સાથે જ અમરસરથી રાજાવડલા થઈ ચંદપુરને જે નર્મદાની લાઈન દ્વારા પાણી આપવામાં આવે છે તેમાંથી વચ્ચે અનેક ગેરકાયદેસર કનેકશનો લઈ પાણીનો ખોટો દુર ઉપયોગ કરતા હોય તેવા બિન અધિકૃત કનેકશન ધારકો દ્વારા પાણીની ચોરી કરવામાં આવતી હોય, જેના કારણે ભાટીયા સોસાયટીને પુરા ફોસથી પાણી મળતું નથી. તો આવા ગેરકાયદેસર કનેકશન બાબતે તપાસ કરી તેને દુર કરવા તથા ભાટીયા સોસાયટીને નિયમત અને પુરતુ પાણી મળે તેવી વ્યવસ્થા કરવા ગામના ઉપસરપંચે રજુઆત કરી છે…
વધુમાં તેમણે જણાવ્યું છે કે, ચંદપુર-૨ ભાટીયા સોસાયટી અને ગુલશન પાર્કની કુલ વસ્તી આશરે ૫૦૦૦ થી ૭૦૦૦ ની હોય અને ઉનાળો સમય હોય જો નર્મદાનું પાણી રેગ્યુલર નહી મળે તો આ બાબતે ના છુટકે નાગરિકોએ ગાંધી ચિધ્યાં માર્ગે આંદોલન કરવાની ચિમકી ગામના ઉપસરપંચ દક્ષાબા હરિશ્ચંદ્રસિંહ ઝાલાએ ઉચ્ચારી છે….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/GGMW3yYtFoRGJ5RjMVvSRS