વાંકાનેર તાલુકાના ભલગામ નજીક આવેલ એક કારખાનામાં કામ કરતી વેળાએ યુવાનને વીજ શોક લાગ્યો હતો જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમ્યાન યુવાનનું મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ભલગામ નજીક આવેલ વેન્ટો ફાર્મા પ્રાઇવેટ લિમિટેડ નામના કારખાનામાં કામ કરતી વેળાએ અચાનક કોઈ કારણસર પ્રકાશકુમાર નોષાદ(ઉ.વ. ૨૨) નામના યુવાનને વીજ શોક લાગ્યો હતો જેથી તેને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન યુવાનનું મોત થયું હતું…

બનાવની જાણ વાંકાનેર તાલુકા પોલીસને થતાં પોલીસે આ બનાવની અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/LNWfZDZNaMfDm0uixgvXkf

error: Content is protected !!