વાંકાનેર તાલુકાના જુના ભલગામ ખાતે આવેલ ખોડીયાર માતાજીના મંદિર પાસે કોઈ શખ્સો જાહેરમાં જુગાર રમતા હોવાની ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર તાલુકા પોલીસે સ્થળ પર દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સોને રોકડ રકમ રૂ. 4,450 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર તાલુકાના જુના ભલગામમાં આવેલ ખોડીયાર માતાજીના મંદિર પાસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા રાજેશભાઈ પોપટભાઈ ભાલિયા, રમેશભાઈ રવજીભાઈ ભાલીયા,

દલસુખભાઈ સિંધાભાઈ ભાલીયા અને ધીરુભાઈ છનાભાઈ ભાલીયાને રોકડ રકમ રૂ. 4,450 સાથે ઝડપી પાડી તમામ આરોપીઓ સામે વાંકાનેર તાલુકા પોલીસમાં જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/HhUUwG5FSw3I2EgxB9bA1W

error: Content is protected !!