વાંકાનેર તાલુકામાં આવેલા ભલગામ નજીક હાઇવે પર સર્જાયેલ બાઇક અકસ્માતનાં બનાવમાં પોતાના દિયર પાછળ બાઈક બેસી જઈ રહેલ મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં લાંબી સારવાર બાદ મહિલાનું મોત થયું હતું…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ભલગામ ખાતે રહેતા વર્ષાબેન રમેશભાઈ દેગડા (ઉ.વ. ૨૭) પોતાના દિયર માલાભાઈના બાઈકની પાછળ બેસીને ગત તા.૧૯ના સાંજના ૫:૩૦ વાગ્યાના અરસામાં પિયર જતા હોય ત્યારે ભલગામ નજીક હાઇવે પર તેમના બાઈકને અન્ય બાઈક ચાલકે હડફટે લેતા વર્ષાબેનને ગંભીર ઈજાઓ પહોંચી હતી,
જેથી તેને પ્રથમ વાંકાનેર જ્યાંથી વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ગઈકાલ તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. જેથી આ બનાવની જાણ થતા વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા બાબતે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU