વાંકાનેર તાલુકાના ભલગામ ગામ ખાતે માતા-પિતા સાથે મામાના ઘરે રોકાવા આવેલી ત્રણ વર્ષની બાળકીને કોઇ ઝેરી જનાવર કરડી જતાં મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધી કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ભલગામ ગામ ખાતે પોતાના મામા ગોપાલભાઈ પરમારના ઘરે ગાંધીનગર ખાતે રહેતી અર્પિતા જીતેશભાઈ સોલંકી (ઉ.વ.૩) માતા-પિતા સાથે આવી હોય જેમાં ગત મોડી રાત્રે મામાના ઘેર આવેલ અર્પીતાને કોઈ ઝેરી જનાવર કરડી જતા, બાળકી બેભાન થઇ જતાં તેને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી જ્યા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધી કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/K5fTG3Y1GPH96hFtRmTNso