ગુજરાતમાં વિકાસ લક્ષી કાર્યને વેગ આપવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા મોટાભાગે ઝડપી અરજદારોની ફરિયાદનું નિરાકરણ થાય તેવા હેતુસર ઓનલાઇન સિસ્ટમ શરૂ કરેલ હોય છતાં વાંકાનેર તાલુકાના ભલગામ ખાતે 100 વાર પ્લોટ માટે 60 જેટલા અરજદારોએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સુધી લેખિત રજૂઆત કરવા છતાં આજસુધી બાબતે હકદારોને સો વાર પ્લોટ માટે હક અધિકાર અંતર્ગત વંચિત રાખવામાં આવ્યા છે…
બાબતે વાંકાનેર તાલુકાના ભલગામના લાભાર્થી અરજદારો દ્વારા ગઈકાલે વાંકાનેર તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી કે, ભલગામ ખાતે લાભાર્થી અરજદારો દ્વારા પ્લોટ ફાળવણી તથા પ્રાથમિક સુવિધા અંગે જવાબદાર અધિકારીઓને અનેક વાર રજૂઆત કરેલ હોય છતાં આજ સુધી બાબતે અરજદારોને હક હીત અધિકારથી વંચિત રાખવામાં આવ્યા છે.
જેમાં સરકારશ્રીના પંચાયત અને ગૃહ નિર્માણ-વિકાસ વિભાગ ગાંધીનગરના ઠરાવ નંબર 2016/ 12 66 / 770918/બ. તારીખ 1 517 ના તથા વિકાસ કમિશનર શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર ના પત્ર નંબર વિકાસ /કાર્યક્રમ/વ.1/ 235- 238-20, તા. 23-01-2020 ના પરિપત્ર ધ્યાને લઈ વાંકાનેર તાલુકાના ભલગામના તમામ લાભાર્થીઓને નિયમો અનુસાર પ્લોટ ફાળવણી અને હકો આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે….
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/BXe7wBIsWfEBenSrHrJ7SR