પિતાની જમીનમાંથી ત્રણ ભાઈઓએ ભાગ બટાઈ કર્યા બાદ ખેતરમાં ચાલવા બાબતે નાનાભાઈએ મોટાભાઈને માર માર્યો !
વાંકાનેર તાલુકાના વરડુસર ગામે કળયુગની સાક્ષી પૂરે તેવી ઘટના સામે આવી છે, જેમાં ગામની સીમમાં આવેલ ખેતરમાં ચાલવા જેવી સામાન્ય બાબતે નાનાભાઈએ મોટાભાઈ પર ‘તુ અહીથી કેમ ચાલે છે’ કહી પ્રાણઘાતક હુમલો કર્યાનો બના. સામે આવ્યો છે. જેથી આ બનાવમાં મોટાભાઈએ નાનાભાઈ સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના વરડુસર ગામ ખાતે રહેતા મનસુખભાઇ જાદુભાઇ નદાસીયાએ તેના નાનાભાઈ આરોપી જયસુખભાઇ જાદુભાઇ નદાસીયા વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, વરડુસર ગામે ભેરડાના રસ્તે ઝંડીયાવાળા ખેતરમા તેમની પૈતૃક જમીન આવેલી હોય, જેમાં તેના પિતાના અવસાન બાદ આ જમીનના ત્રણ ભાગ કરવામાં આવ્યા હતા. જેમાં ફરિયાદી મનસુખભાઇને ફાળે સાત વીઘા, જે બાદ નાનાભાઈ આરોપી જયસુખભાઇને ફાળે સાત વીઘા અને તેનાથી નાના લાલજીભાઈના ફાળે સાત વીઘા જમીન આવી હતી. જે ત્રણેય ખેતરમાં જવાનો એક જ રસ્તો આવેલ છે…
જેમાં ગત તા.૨૪ના સાંજના સમયે ફરિયાદી મનસુખભાઇ પોતાના ખેતરે જતા હોય ત્યારે તેનો નાનો ભાઈ આરોપી જયસુખભાઇએ ત્યાં આવીને કહેલ કે ‘તુ અહીથી કેમ ચાલેશ, આ મારુ ખેતર છે’ તેમ કહી મનસુખભાઇ સાથે ગાળા ગાળી તથા ઝઘડો કરી આરોપીએ પોતાના હાથમા રહેલ લાકડાના ધોકા વડે માર માર્યો હતો. જેથી મનસુખભાઇ સારવાર હેઠળ ખસેડાયા હતા જે બાદ તેમણે નાનાભાઈ સામે વાંકાનેર તાલુકામાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે આઇ.પી.સી. કલમ.-૩૨૩,૫૦૪ તથા જી.પી.એકટ.૧૩૫ મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/FiSSadlUTGL3knNTGaYkRl