વાંકાનેર‌ તાલુકાના ભીમગુડા ગામેથી જુગાર રમતા ચાર ઝડપાયાં, ત્રણ ફરાર….

0

વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેરના ભીમગુડા ગામે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સોને રોકડ રકમ રૂ. 11,300 તેમજ મોબાઈલ, મોટર સાયકલ સહિત કુલ રૂ. 56,800ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. જ્યારે આ દરોડા દરમિયાન અન્ય ત્રણ શખ્સો નાસી છૂટતાં તેની સામે ફણ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…..

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સ્ટાફનાં હેડ કો. મયુરધ્વજસિંહ જાડેજા તથા કો. સંજયસિંહ જાડેજાને સંયુક્ત રીતે મળેલ ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર તાલુકાના ભીમગુડા ગામ ખાતે દરોડો પાડતા જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી જેમાં પોલીસે સ્થળ પરથી જુગાર રમતા ૧). દશરથભાઇ તેજાભાઇ વિજવાડીયા, ૨). ગોરધનભાઇ શામજીભાઇ વિંજવાડીયા, ૩). પ્રવિણભાઇ તેજાભાઇ વિંજવાડીયા, ૪). ભુપતભાઇ તરશીભાઇ રાતોજાને ઝડપી લીધા હતા જ્યારે અન્ય આરોપી ૫). પ્રવિણભાઇ રણછોડભાઇ કોળી, ૬). પરબત લખમણભાઇ કોળી અને ૭). અજય ભરતભાઇ કોળી સ્થળ પરથી નાસી છૂટયા હતા…

આ દરોડા દરમિયાન પોલીસે હાજર મળી આવેલ આરોપીઓ પાસેથી રોકડ રકમ રૂ. 11,300 તથા મોટર સાયકલ અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 56,800નો મુદામાલ કબ્જે કરી સાત જુગારીઓ વિરુદ્ધ જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

વાંકાનેર તાલુકા પોલીસ ટીમની આ કામગીરીમાં પીએસઆઇ આર.એ.જાડેજા, હેડ કો‌. મયુરધ્વજસિંહ જાડેજા, જુવાનસિંહ ઝાલા, જશપાલસિંહ ઝાલા, ચમનભાઇ ચાવડા, કો. હરીચંન્દ્રસિંહ ઝાલા, મુકેશભાઇ જીલરીયા, સંજયસિહ જાડેજા, જયદીપસિંહ જાડેજા તથા અજયસિંહ ઝાલા સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો…

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FiSSadlUTGL3knNTGaYkRl