મોરબી જિલ્લાના માળીયા તાલુકાના દરીયાઈ કીનારા નજીક આવેલ બગસરા ગામના લોકોની બાદબાકી કરીને મીઠું પકવવા માટે જમીનો લીઝ અને હુકમો આપેલ હોય અને આપવાના હોય અને માપણીઓ થયેલ હોય અને કરવાની હોય તો આવા બહારની પાર્ટીઓ કંપનીઓ તથા અન્ય વ્યકિતઓને આપેલ હુકમો રદ કરી આ જમીનોમાં સ્થાનિક લોકોને મીઠું પકવવા માટે જમીન ફાળવવા માટે ભાજપ અગ્રણી મેણાંદભાઈ ગજીયા દ્વારા મહેસૂલ સચિવશ્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે…

તેમણે પોતાની રજૂઆતમાં જણાવ્યું છે કે, બગસરા ગામની હદમાં આવતા જમીન નીલ સર્વે નંબર તથા સર્વે નંબર વાળી જમીનમાં એનક માંગણીઓ કરેલ છે. અને હુકમો પણ મળેલા છે તથા માપણીઓ પણ થયેલી હોય તો આવા બહાર ગામની કંપનીઓને તથા વ્યકિતઓને હુંકમી તથા લીઝો તથા માપણીઓ થયેલ હોય અથવા કરવાની હોય તેવા હુંકમો તાત્કાલીક ધોરણે રદ કરી ગામ બગસરના અગરીયાઓ અને સ્થાનીક લોકોને રોજી-રોટી માટે મીઠા ઉત્પાદન કુંટુંબ દીઠ ૧૦ (દસ)એકર જમીન ફાળવવામાં આવે તો આ પરીવારોને રોજીરોટી મળી રહે અને રોજીરોટી માટે બહાર ગામ હીઝરત ન કરવી પડે.

અને કંપનીઓને જો આપવામાં આવે તો કંપની મીઠાનું ઉત્પાદન મશીનરીથી ઉત્પાદન કરે છે તો તેમાં રોજીરોટી મળતી નથી. માળિયા(મિ.) તાલુકાના ગામ બગસરા ના સ્થાનીક લોકો એ આશરે ૧૫૦ કુંટુંબોએ ૧૦ (દસ) એકર માટે મીઠા ઉત્પાદન માટે માંગણી કરેલ છે, પરંતુ તે હજી સુધી એક પણ વ્યકિત મળેલ નથી તો તાત્કાલીક કંપનીઓને જે હુકમો થયેલા હોય કે માપણી થયેલ હોય કે માપણી થવાની હોય તે રદ કરીને તાત્કાલીક જમીનો ફાળવવામાં આવે એવી માંગ સાથે અમારી નમ્ર અરજ છે,

ગામની હદમાં નીલ સર્વે નંબર તથા સર્વે નંબરમાં મહેસુલ વિભાગ ગુજરાત સરકારના ઠરાવ ક્રમાંક મઠજ /૧૦૧૭/૩૨૩૨અને સચિવાલય ગાંધીનગર તા.૧૮/૭/૧૮ મુજબ હુકમો તથા દલીલો તથા માપણીઓ રદ કરવા બાબત અને સ્થાનીકોને મીઠા ઉત્પાદનની જમીન ફાળવવા બાબત ઉપરોકત દર્શાવેલ સરકારશ્રીના ઠરાવ મુજબ મીઠા ઉત્પાદન માટે નીલ સર્વે નંબર વાળી તથા સર્વે નંબરવાળી મીઠું પકવવા માટેની  જમીનનો અગ્રતા સ્થાનીક લોકો અને અગરીયાઓ અને પછાત વર્ગને હોય તેમની સોપણી કરવા અમો ગામજનોની માંગણી છે. બગસરા ગામની હદમાં ખારી વિસ્તારમાં નીલ સર્વે નંબર તથા સર્વે નંબરમાં મહેસુલ વિભાગ ગુજરાત સરકારના ઠરાવ ક્રમાંક મઠજ/૧૦૧૭/૩૨૩૨/અ૧ સચિવાલય ગાંધીનગર તા.૧૮/૭/૨૦૧૮ મુજબ ઠરાવ મુજબ દર્શાવવામાં આવેલ ઓડીટ હિસાબો તથા આઇ.ટી. રીટર્ન અધિકારી દ્વારા માંગવામાં આવે છે,

તો આ પછાત વર્ગના મંજુર માણસો પાસે કોઇ પેઢી કે કંપની ધરાવતા ન હોય તેથી તેની પાસે આવા કોઇ આઇ.ટી. રીટર્ન ભરતા ન હોય જાતે મજુરી કામ કરી અને મીઠાનું ઉત્પાદન કરતા હોય તેમની આવા કોઇ ડોકયુમેન્ટ હોય નહીં અને તેઓને આ લાગુ પડેતુ નથી છતાં અધિકારીઓ દ્વારા માંગણી કરવામાં આવે છે. અને મોટી કંપની વાળાઓના ઇસારે અધિકારી દ્વારા આવું દબાણ કરાવવામાં આવે છે. ઉપરોકત દશર્વિલ નીલ સર્વે તથા સર્વે નંબર વાળી જમીન જે કંપનીઓને અન્ય ને ફાળવવામાં આવશે તો તેની સામે અમો ગામ વાસીઓને વાંધો રહશે. તેમજ અમારો ઉપરોકત પ્રસ્તાવ હલ નહીં થાય તો અમો ગામલોકો સાથે રાખીને અમારી માંગણી પુરી કરીશું એમ છતાં પણ જો અમારી માંગણીઓ સ્વીકારવામાં ન આવે તો આવનારા દિવસમાં કોર્ટનો સહારો લેવાની ફરજ પડશે….

 

error: Content is protected !!