મુળ વાંકાનેરના વતની અને હાલ રાજકોટ શહેર ખાતે થયેલ રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટર કોર્પોરેટર તેમજ પૂર્વ શાસક પક્ષના નેતા રહી ચૂકેલ બાબુભાઈ ઉઘરેજા દ્વારા પોતાના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી છે જેમાં તેઓએ પોતાના જન્મદિવસ નિમિત્તે પાણીના કુંડા અને ચકલી ઘરનું વિતરણ કર્યું હતું…

રાજકોટ મહાનગર વોર્ડ નં ૩ ના કોર્પોરેટર તેમજ વાંકાનેર કોળી સમાજના અગ્રણી બાબુભાઈ ઉઘરેજા વિવિધ સેવાકીય પ્રવૃતિ સાથે સંકળાયેલા હોય અને અવાર-નવાર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી સમાજને મદદરૂપ થતા હોય જેમના ગઇકાલે 51 માં જન્મ દિવસની તેઓએ પ્રેરણાદાયી ઉજવણી કરી હતી જેમાં તેમણે વાંકાનેર શહેર ખાતે બાપુના બાવલા પાસે સેવા ગ્રુપના સહયોગથી પાણીના કુંડા, ચકલીના માળા તેમજ ચણનું વિનામૂલ્યે વિતરણ કર્યું હતું જેનો લાભ બહોળી સંખ્યામાં વાંકાનેરના નાગરિકોએ લીધો હતો…

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/EWKXbrU4DOy47Aw6sqSGm7

error: Content is protected !!