વાંકાનેર શહેરના આરોગ્યનગર ખાતે આવેલ કબ્રસ્તાન પાસેથી જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોને વાંકાનેર સીટી પોલીસે ચોક્કસ ખાનગી બાતમીને આધારે દરોડો પાડી ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સ્ટાફના શક્તિસિંહ જાડેજા અને અજીતભાઈ સોલંકીને સંયુક્ત રીતે મળેલ ચોક્કસ ખાનગી બાતમીને આધારે પોલીસે આરોગ્યનગર શેરી ૦૩ના ખૂણે આવેલ કબ્રસ્તાન પાસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ૧). અમરશીભાઈ સંગ્રામભાઈ ઉધરેજા, ૨). બાબુભાઈ પોપટભાઈ વાકિયા, ૩). સતીષભાઈ બટુકભાઈ જોગડીયા, ૪). અજયભાઈ મહેશભાઈ રાઠોડ અને ૫). વિજયભાઈ વ્રજલાલ કારિયાને રોકડ રકમ રૂ. 17,250 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

વાંકાનેર સીટી પોલીસ ટીમની આ કામગીરીમાં પીઆઈ એન. એ. વસાવા, હેડ કો. પ્રદીપસિંહ ઝાલા તથા બળદેવસિંહ જાડેજા, કો. શક્તિસિંહ જાડેજા, અજીતભાઈ સોલંકી, શામતભાઈ છુંછીયા, દર્શીતભાઈ વ્યાસ સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો….

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/K5fTG3Y1GPH96hFtRmTNso

error: Content is protected !!