વાંકાનેર શહેરના આરોગ્યનગર વિસ્તારમાં અગાઉના ઝઘડાનો ખાર રાખી બે પક્ષો વચ્ચે મારામારી થઇ હોવાનો બનાવ સામે આવ્યો છે જેમાં હથિયારો વડે ઘરમાં તોડ ફોડ સહિત મારામારીની બંને પક્ષોએ સામસામી પોલીસ ફરિયાદ નોંધાવી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના આરોગ્યનગર વિસ્તારમાં રહેતા ગીરીરાજસિંહ નવલસિંહ ઝાલાએ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીને આરોપી રાજદીપસિંહ જયેન્દ્રસિંહ ઝાલાના પિતા જયેન્દ્રસિંહ સાથે પાંચેક વર્ષ પહેલા ઝધડો થયેલ હોય જેનો ખાર રાખી આરોપી રાજદીપસિંહ ઝાલા અને જયેન્દ્રસિંહ ઝાલાએ ગાળો આપી મકાનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી ધારિયું તથા પથથર સાથે આવી ધારિયાથી ઘરની ચીજ વસ્તુ તથા બારીને તથા એકટીવાને નુકશાન કરી તેમજ પથ્થર વડે નળિયાને નુકશાન કરી, ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી…

આ જ બનાવમાં સામાપક્ષે ફરિયાદી જયેન્દ્રસિંહ વિક્રમસિંહ ઝાલાએ પણ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, તેને આરોપી ગીરીરાજસિંહ નવલસિંહ ઝાલા સાથે પચ્ચિક દિવસ પહેલા માથાકૂટ થયેલ હોય તે વાતનો ખાર રાખી આરોપી ગીરીરાજસિંહ ઝાલાએ તેમના ઘર પાસે શેરીમાં ગાળો બોલી કુહાડી તથા તલવાર લઇ નીકળી ફરિયાદી સાથે ઝઘડો કર્યો હતો…

આ બનાવમાં વાંકાનેર સીટી પોલીસે બંને પક્ષોની સામસામી પોલીસ ફરિયાદ નોંધી વધુ તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FQWzB7ZzE0h45fzbIYsLE2

error: Content is protected !!