વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામના વતની બે યુવાનો બાઇક લઇને અરણીટીંબા ગામથી વાંકાનેર શહેર તરફ આવી રહ્યા હોય દરમ્યાન કેનાલ નજીક પહોંચતા રોડ પર તેમના બાઇક આડું રોજડુ ઉતરતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં બંને યુવાનોને ઇજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામ ખાતે રહેતા અજીત કાનાભાઈ ડાભી (ઉ.વ. ૨૦) અને વિપુલ ઘેલાભાઈ ડાભી (ઉ.વ. ૨૭)નામના બે યુવાનો અરણીટીંબાથી વાંકાનેર જવા માટેના વાંકાનેર-મીતાણા રોડ પસાર થઇ રહ્યા હોય દરમ્યાન કેનાલ નજીક તેઓના બાઈક આડું રોજડુ ઉતરતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં અજીત અને વિપુલ નામના બંને યુવાનોને ઇજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU