મુસ્તાક બ્લોચના નાના દિકરા અનસે નેશનલ, રાજ્ય તેમજ જિલ્લા કક્ષાએ કુલ ચાર મેડલ તેમજ મોટા દિકરા સાગીરએ જીલ્લા કક્ષાએ શુટિંગમાં એક મેડમ મેળવ્યો….

વાંકાનેર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ તેમજ આમ મુસ્લિમ સમાજના પ્રમુખ એવા ગુલમહંમદ બ્લોચના પૌત્ર તેમજ સામાજીક આગેવાન એવા મુસ્તાકભાઈ બ્લોચના નાના દિકરા અનસ બ્લોચે નેશનલ લેવલે શુટિંગ સ્પર્ધામાં એક બ્રોન્ઝ મેડલ, રાજ્ય કક્ષા એક ગોલ્ડ અને એક સિલ્વર તેમજ જીલ્લા કક્ષાએ એક ગોલ્ડ મેડલ મેળવી પરિવારનું નામ રોશન કર્યું છે….

અત્રે ઉલ્લેખનીય છે કે મુસ્તાકભાઈ બ્લોચના મોટા દિકરા સાગીર બ્લોચે પણ અગાઉ જીલ્લા કક્ષાએ શુટિંગ સ્પર્ધામાં એક મેડમ મેળવ્યો છે. અનસ બ્લોચે થોડા દિવસ અગાઉ યોજાયેલ ૬૪મી નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપ કોમ્પેટીશનમાં બ્રોન્ઝ મેડલ, તેમજ રાજ્ય કક્ષાએ એક સિલ્વર અને એક ગોલ્ડ મેડલ તેમજ જીલ્લા કક્ષાએ એક ગોલ્ડ મેડલ મેળવ્યો હતો…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/ITdstyiYTKV5TlRSErDyet

error: Content is protected !!