વાંકાનેર : અમરસર ફાટક નજીક કાર અને બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ઈજાગ્રસ્ત વૃદ્ધનું મોત…

0

વાંકાનેર શહેર નજીક આવેલ અમરસર ફાટક પાસે ગત શનિવારે સવારના સમયે એક કાર અને મોપેડ બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં કાર ચાલકે હડફેટે લેતા બાઈક ચાલક વૃદ્ધને ગંભીર ઇજાઓ પહોંચી હતી જેમાં વૃદ્ધને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક અમરસર ફાટક પાસે ગત શનિવારે સવારે ઉસ્માનભાઈ આહમદભાઈ શેરસિયા (ઉ.વ. 66, રહે. અમરસર) નામના વૃદ્ધ પોતાનું ટીવીએસ હેવી ડ્યુટી મોપેડ બાઈક લઈને વાડીએ જતાં હોય ત્યારે રસ્તામાં અમરસર ફાટક નજીક એક કાર નંબર GJ 03 HK 5140ના ચાલકે તેમને હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો….

આ અકસ્માતના બનાવમાં વૃદ્ધને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક પ્રથમ વાંકાનેર જ્યાંથી વધુ સારવાર અર્થે મોરબી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક પોતાનું વાહન સ્થળ પર મૂકી નાસી ગયો હતો. જેથી આ અકસ્માત અંગે મૃતકના પુત્ર ફિરોજભાઈ ઉસ્માનભાઈ સેરશીયાએ વાંકાનેર સીટી પોલીસમાં કાર ચાલક સામે ફરિયાદ નોંધાવી છે…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1