વાંકાનેર શહેર ખાતે ગત મોડી રાત્રીના હાઈવે ચોકડી નજીક પાસલીયા હોસ્પિટલ પાસે બે શખ્સોએ એક યુવાનની તિક્ષણ હથીયારોના ઘા ઝીંકી હત્યા કરી નાખતા ખળભળાટ મચી ગયો હતો, જેથી આ બનાવમાં આજે મૃતક યુવાનના ભાઈએ ત્રણ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં પૈસાની લેતીદેતી મામલે યુવાનની હત્યા કરાઈ હોવાનો ખુલાસો થયો છે….

ઉપરોક્ત બનાવ અનુસંધાને મૃતક યુવાનના ભાઈએ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, આ કામના આરોપીઓ સરફરાજ તથા ઇમરાનએ મૃતકના પડોશી સુરેશભાઈ વિષ્ણુભાઇ ગોંડલીયા સાથે પૈસાની લેતીદેતી કરેલ હોય જેમાં તેઓ અવાર નવાર સુરેશભાઈને હેરાન કરતા હોય જેથી બાબતે મૃતક યુવાન અમીત ઉર્ફે લાલો અશ્વિનભાઈ કોટેચા(ઉ.વ. ૩૭)એ બંને આરોપીઓને સાહેદ સુરેશભાઈને હેરાન ન કરવા જણાવતા આરોપીઓને આ બાબતનું સારૂ નહીં લાગેલ,

જેથી આ બાબતનો ખાર રાખી આરોપી ઈનાયત ઉર્ફે ઇનીયો અયુબભાઈ પીપરવાળીયા (રહે. લક્ષ્મીપરા, વાંકાનેર), ઇમરાન ફારૂક આરબ (રહે. વાકાનેર) અને સફરાજ મકવાણાએ કાવતરૂ રચી ગત મોડી રાત્રીના મૃતક યુવાન જ્યારે હાઈવે ચોકડી નજીક પાસલીયા હોસ્પિટલ પાસે, લાલાભાઈ લેથવાળાની દુકાનના ઓટલે બેઠો હોય ત્યારે આરોપી ઈનાયત અને ઈમરાન ત્યાં ધસી આવી અમીત ઉર્ફે લાલા પર હુમલો કરી ગુપ્ત ભાગની બાજુમાં તથા પાછળ સીટના ભાગે તથા છાતીના ભાગે તથા પેટના ભાગે તથા ડાબા હાથમાં તથા ગળાના ભાગે છરી તથા ગુપ્તીના ઘા ઝીંકી અમીતની નિર્મમ હત્યા કરી નાંખી હતી.

ઉપરોક્ત બનાવ અનુસંધાને વાંકાનેર સીટી પોલીસે મૃતક યુવાનના ભાઈની ફરિયાદ પરથી ત્રણેય આરોપીઓ સામે આઈપીસી કલમ 302, 120-B, 34 મુજબ ગુનો નોંધી બનાવની વધુ તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/K5fTG3Y1GPH96hFtRmTNso

મૃતક યુવાન અમીત ઉર્ફે લાલાની ફાઈલ તસવીર
error: Content is protected !!