વાંકાનેર તાલુકાના અમરસર ગામ ખાતે રહેતા એક યુવાનના ઘર પાસે કોઈ શખ્સ ગાળો બોલતો હોય જેને ઘર પાસે ગાળો બોલવાની ના પાડતાં એકદમ ઉશ્કેરાઇ જઇ આરોપીએ યુવાન અને એક મહિલા પર લાકડી વડે હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે જે બનાવમાં યુવાનની ફરિયાદ પરથી વાંકાનેર પોલીસે આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના અમરસર ગામ ખાતે રહેતા કિશોરભાઈ ભીમજીભાઇ સીતાપરા (ઉ.વ. ૨૮)એ વાંકાનેર પોલીસમાં આરોપી વિનોદભાઈ જીવાભાઈ ધંધુકિયા (ઉ.વ. ૩૫, રહે. અમરસર) સામે ફરિયાદ નોંધાવી છે કે, આરોપી ફરિયાદીના ઘર પાસે ગાળો બોલતો હોય, જેથી ફરિયાદી કિશોરભાઈએ તેને ગાળો બોલવાની ના પાડતાં ઉશ્કેરાઈ જઈને આરોપી વિનોદભાઈએ તેના હાથમાં રહેલ લાકડી વડે હુમલો કરી કિશોરભાઈને માથામાં માર માર્યો હતો જેથી આ બનાવમાં ફરિયાદીને બચવા માટે વચ્ચે પડેલા ગૌરીબેનને પણ આરોપીએ માથામાં લાકડીનો ઘા માર્યો હતો….

બનાવ બાદ ઈજાગ્રસ્ત યુવાન અને મહિલાને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાંથી ઈજાગ્રસ્ત યુવાને આરોપી વિનોદભાઈ ધંધુકિયાની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ગુનો નોંધી બનાવની વધુ તપાસ હાથ ધરી છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/EAXwU1EY8NpKgAA84tqrOe

error: Content is protected !!