વાંકાનેર શહેરના નાગરિકોને એસ.ટી બસમાં વિવિધ રૂટો પર મુસાફરી કરવા માટે શહેરના મુખ્ય પીક અપ સ્ટેન્ડ પુલ દરવાજા ગણાય છે જેના કારણે અહિં વર્ષોથી ટ્રાફિક સમસ્યા અને મુસાફરોને પુરતી સુવિધાઓ મળતી નથી જેથી આ બાબતે રાજકોટ એસ.ટીના વિભાગીય નિયામક પુલ દરવાજા પાસે એસટી પીકઅપ સ્ટેન્ડ બનાવવા માટે યોગ્ય જગ્યા ફાળવવા વાંકાનેર નગર પાલિકાને લેખિત રજૂઆત કરી માંગ કરવામાં આવી છે….
વાંકાનેર એસ.ટી. બસ સ્ટેશન શહેરથી થોડું દુર હોય જેના કારણે નાગરિકોને આવન-જાવનમાં તકલીફો પડતી હોય જેથી મોટાભાગના લોકો એસ.ટી. બસમાં વિવિધ રૂટો પર મુસાફરી કરવા માટે મુખ્ય પીક અપ સ્ટેન્ડ પુલ દરવાજાનો ઉપયોગ કરે છે પરંતુ અહિં મુસાફરોને બેસવા કે પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ પણ ન હોવાના કારણે મુસાફરોને/ વિદ્યાર્થીઓને બસ આવે ત્યાં સુધી અહીં સતત ઉભા રહેવું પડે છે ત્યારે આ પુલ દરવાજા પીકઅપ સ્ટેન્ડ માટે એસ.ટી. પાસે પુરતી જગ્યા ન હોય જેથી અહિ યોગ્ય સ્ટેન્ડ,
પીવાનું પાણી, ઓન લાઈન રીઝર્વેશન, પાસ જેવી સુવિધાઓ શહેર મધ્યે જ નાગરિકોને મળી રહે તે માટે એસ.ટી. રાજકોટના વિભાગીય નિયામક દ્વારા વાંકાનેર નગર પાલિકા પાસે અંદાજીત 100 ચો.મી. જમીન સરકાર શ્રી નાં મહેસુલ વિભાગના ઠરાવ નં. 3998, તા. 2/5/98 ની જોગવાઈ અનુસાર રૂ. 1 (એક) નાં ટોક ન ભાડા થી 99 વર્ષનાં ભાડા પેટે વાણિજ્ય વિકાસની મંજૂરી સહિત ફાળવવા માંગ કરવામાં આવી છે….
જો નગરપાલિકા દ્વારા અહિં જમીનની ફાળવણી કરવામાં આવે તો એસ.ટી. વિભાગ દ્વારા અહિ અધતન સુવિધાઓ સાથે પીક અપ સ્ટેન્ડ બનાવવાની પણ તૈયારી દર્શાવી છે જેથી હવે જોવાનું રહ્યું કે વાંકાનેર વિસ્તારના નાગરિકોના વિશાળ હિતમાં શું હવે નગરપાલિકા દ્વારા એસ.ટી. વિભાગની માંગ મુજબ જમીન ફાળવણી કરવામાં આવે છે કે પછી વર્ષોથી પીડાતા નાગરિકો હજુ પણ હાલાકી ભોગવતા જ રહેશે ?
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/EAXwU1EY8NpKgAA84tqrOe