વાડીમાં ઢોર ચરાવવા બાબતે ખેડૂતો અને માલધારી વચ્ચે મારામારી, ખેડૂત પક્ષે છ વ્યક્તિ ઈજાગ્રસ્ત જ્યારે સામાપક્ષે એકને ઈજા : તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા…

વાંકાનેર તાલુકાના અમરસર ગામે આજે બપોરના સમયે વાડીમાં ઢોર ચરાવવા બાબતે ખેડૂતો અને માલધારીઓ વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં બંને પક્ષોના કુલ સાતથી આઠ શખ્સોને ઈજા પહોંચી હતી…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના અમરસર ગામે આજે બપોરના સમયે ખેડૂતો અને માલધારી વચ્ચે વાડીમાં ઢોર ચરાવવા બાબતે ઝઘડો થયો હતો જેમાં છ જેટલા ખેડૂતોને ઈજા પહોંચી હતી જેમને તાત્કાલિક સારવાર અર્થે વાંકાનેર શહેરની પીર મશાયખ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જેમાંથી એક ખેડૂત ખોરજીયા નુરાભાઈને ગંભીર ઈજા પહોંચી છે…

આજ બનાવમાં સામાપક્ષે એક જગદીશ વેલાભાઈ ગમારા(ઉ.વ.40)ને પણ ઇજા પહોંચી હતી જેને પ્રથમ વાંકાનેર જ્યાંથી વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ થતાં જ વાંકાનેર પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી બનવાની વધુ તપાસ હાથ ધરી છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/GwvaiaIa6u6Hh5q4m1UAJF

error: Content is protected !!