અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સંલગ્ન રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-વાંકાનેર તાલુકાની કારોબારી બેઠકનું આયોજન વાંકાનેર શહેરની દિગ્વિજયનગર પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સંગઠનના વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી…

આ બેઠકની શરૂઆત સંગઠન મંત્રી ધ્રુવગીરી ગૌસ્વામી દ્વારા કરવામાં આવી હતી જે બાદ દિગ્વિજય પ્રાથમિક શાળાના આચાર્ય હસમુખભાઈ પરમાર દ્વારા તમામ કારોબારી સભ્યનું અભિવાદન કરાયું હતું. આ કારોબારી બેઠકમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ વાંકાનેર તાલુકાના અધ્યક્ષ અશોકભાઈ સતાસિયા અને હસમુખભાઈ પરમાર દ્વારા નવનિયુક્ત કેળવણી નિરીક્ષક શ્રી યુવરાજસિંહ વાળા સાહેબને શાલ, પુષ્પગુચ્છ અને ભારત માતાની પ્રતિકૃતિ આપી અભિવાદીત કરવામાં આવ્યા હતા…

આ સાથે જ બેઠકમાં આવેલા તમામ કારોબારી સભ્યોનું શ્રીમદ ભાગવત ગીતા પુસ્તક આપી અભિવાદન કરવામાં આવ્યું હતું. તેમજ બેઠકમાં કારોબારી સભાની કાર્યવાહી કરવામાં આવેલ જેમાં સિનિયર ઉપાધ્યક્ષ તરીકે હસમુખભાઈ પરમાર અને સંગઠન મંત્રી તરીકે મંગુભાઇ પટેલની વરણી, નવઘણભાઈ દેગામાના વરદ હસ્તે કરવામાં આવી અને આ તકે ઉપસ્થિત રહેલ કેળવણી નિરીક્ષક યુવરાજસિંહ વાળાએ પ્રેરક વચન આપેલ….

બેઠકમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ વાંકાનેર તાલુકાના અધ્યક્ષ શ્રી અશોકભાઈ સતાસિયા દ્વારા કારોબારીના મહત્વના મુદ્દા ૧). સદસ્ય નોંધણી જોરશોર કરવી, ૨). શિક્ષકોની શ્રેયાન યાદી(ઉચ્ચતર પગાર ધોરણ)બનાવવા અંગે ટીપીઈઓ કક્ષાએ રજુઆત કરવી, ૩). SPL બાબતે, ૪). HTAT પ્રશ્નો, ૫). જૂની પેન્શન યોજના બાબતે, ૫). વિદ્યાસહાયક બોન્ડ મુક્તિ, ૬) સી.આર.સી વિભાજન પ્રશ્નો સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. આ કારોબારી બેઠકનું સમાપન રાષ્ટ્રગાન દ્વારા કરી અને સંગઠીત સભ્યો છુટ્ટા પડ્યા હતા તેવું સંગઠનના પ્રચારમંત્રી નીરવભાઈ બાવરવાએ એક પ્રેસ યાદીમાં જણાવ્યું હતું….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/K9LOywS76zl4e4qPDbPIoN

 

error: Content is protected !!