વાંકાનેર શહેર જાણે રઝળતા ઢોરોનો અડ્ડો બની ગયું હોય તેવું દેખાઈ રહ્યું છે, જેમાં ઠેરઠેર રઝડતા ઢોરો શહેરના માર્ગો પર અડિંગો જમાવી બેસે છે જેના કારણે છાસવારે શહેરના માર્ગો પર આખલા યુદ્ધ જોવા મળે છે અને તેનો ભોગ પણ ઘણા નિર્દોષ નાગરિકો બને છે, છતાં આજ સુધી મતોના રાજકારણ કે કોઈ અન્ય કારણોસર આ બાબતે વાંકાનેર નગરપાલિકા દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી…

વિશેષમાં વર્તમાન ચોમાસાના સમયગાળા દરમિયાન આ રઝળતા ઢોરો વરસાદના પાણીથી પલળતાં બચવા માટે ગમે ત્યાં ઘૂસી જાય છે અને ઘણીબધી નુકશાની કરે છે. સાથે જ રોડ વચ્ચે અડીંગો જમાવી બેસતા આ રઝળતા ઢોરોના કારણે નાના-મોટા અકસ્માત અને ટ્રાફિકની મોટી સમસ્યાઓ સર્જાય છે…

વાંકાનેર શહેરમાં રઝળતા ઢોરોમાં મોટેભાગે ગાયો અને આખલાઓ જોવા મળે છે, જેમાં લગભગ ખાનગી માલિકીના હોય છે છતાં નગરપાલિકા તંત્ર દ્વારા બાબતે આજ સુધી કોઈ પરિણામ લક્ષી કામગીરી કરવામાં આવી નથી અને ફક્ત રઝળતા ઢોરોના નામે તમાશો જોવાઈ રહ્યો છે…

બાબતના મૂળમાં જઈએ તો શહેરમાં જોવા મળતા ઢોરોમાં મોટા ભાગના ઢોરો ખાનગી માલિકીના હોય છે જેના માલિકો સવાર-સાંજ દૂધ દોહીને તેને ચરવા માટે છુટા મૂકે દેતા હોય છે જેના કારણે સમસ્યા સર્જાય છે. જેથી પાલિકા તંત્ર દ્વારા બાબતે આવા ખાનગી ઢોર માલિકો સામે કડક હાથે કામગીરી કરવામાં આવે તો સમસ્યાનો ઉકેલ લાવી શકાય તેમ છે…

વાંકાનેર-મોરબી નગરપાલિકા વચ્ચે એકમાત્ર ચીફ ઓફિસર ગિરીશ સરૈયા ચાર્જ સંભાળી રહ્યા છે જેમાં મોરબી ખાતે હાલ ઢોર પકડ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે પરંતુ વાંકાનેર ખાતે કેમ નહીં તે પણ ચર્ચાનો વિષય છે…

વધુમાં કહેવાતા આ રઝળતા ઢોર વાંકાનેર શહેરના વધુ ટ્રાફિકથી ધમધમતા માર્કેટ ચોક અને પતાળીયા પુલ પર અડિંગો જમાવતાં હોય ટ્રાફિકની વિકટ સમસ્યા દિનભર રહે છે. જેમાં પણ‌ નોંધનીય બાબત એ છે કે રાત્રીના દસ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી આ રઝળતા ઢોર પૈકીના 90% ઢોર જોવા મળતાં નથી ! બાબતે વાંકાનેર નગરપાલિકા દ્વારા તાત્કાલિક ઢોર પકડ ઝુંબેશ શરૂ કરી સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે તેવી વાંકાનેર શહેરના નાગરિકોમાં પ્રબળ માંગ ઉઠવા પામી છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/EDrEarSL9YFCHucMHVvFvN

 

error: Content is protected !!