ભારતીય સેનાની ત્રણેય શાખા- આર્મી, નૌસેના અને વાયુ સેનામાં યુવાનોની મોટી સંખ્યામાં ભરતી કરવા એક નવી સ્કીમ લોન્ચ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત યુવકોને માત્ર ચાર વર્ષ માટે ડિફેન્સ ફોર્સમાં સેવા આપવાની રહેશે. સરકારે આ યોજના વેતન અને પેન્શનનું બજેટ ઓછું કરવા માટે લીધું છે. રક્ષામંત્રી રાજનાથ સિંહની સાથે ત્રણેય સેના અધ્યક્ષોએ એક પ્રેસ-કોન્ફરન્સની જાહેરાત કરીને આ યોજનાની જાહેરાત કરી છે. પહેલી ભરતી 90 દિવસમાં કરાશે….

ડિપાર્ટમેન્ટ ઓફ મિલિટરી અફેર્સ તરફથી તૈયાર કરવામાં આવેલી અગ્નિપથ રિક્રૂટમેન્ટ સ્કીમને પહેલાં ‘ટૂર ઓફ ડ્યૂટી’ નામ આપવામાં આવ્યું હતું. આ સ્કીમ અંતર્ગત શોર્ટ ટર્મ માટે વધારે સૈનિકોની ભરતી કરવામાં આવશે. વિભાગે જ આ સ્કીમ લાગુ કરી છે. સરકારે તેમના ખર્ચમાં ઘટાડો કરવા માટે અને ડિફેન્સ ફોર્સમાં યુવાનોની સંખ્યા વધારવા માટે આ સ્કીમ રજૂ કરી છે….

દર વર્ષે 45 હજાર યુવકની ભરતી કરાશે….

અગ્નિપથ અંતર્ગત દર વર્ષે અંદાજે 45 હજાર યુવકને સેનામાં સામેલ કરવામાં આવશે. આ યુવાનોની ઉંમર 17.5 થી 21 વર્ષની વચ્ચેની હોવી જોઈએ. તેમને ચાર વર્ષ માટે સેનામાં સેવા આપવાનો મોકો આપવામાં આવશે. આ ચાર વર્ષમાંથી 6 મહિના સૈનિકની બેઝિક ટ્રેનિંગ આપવામાં આવશે. સૈનિકોને 30 હજારથી 40 હજાર સુધીની સેલરી આપવામાં આવશે. તેમને ત્રણેય સેનાઓના સ્થાયી સૈનિકોની જેમ જ અવોર્ડ, મેડલ અને ઈન્શ્યોરન્સ કવર આપવામાં આવશે. ઈન્શ્યોરન્સ કવર 44 લાખ રૂપિયા સુધીનો છે…

ચાર વર્ષ પુરા થયા બાદ 25% અગ્નિવીરોની સ્થાયી કેડરમાં ભરતી કરવામાં આવશે. જે સૈનિક ચાર વર્ષ પછી પણ સેનામાં કામ કરવા ઈચ્છતા હશે તેમને મેરિટ અને મેડિકલ ફિટનેસના આધારે મોકો આપવામાં આવશે. જે સૈનિક સ્થાયી કેડર માટે પસંદ થશે તેમને 15 વર્ષનો કાર્યકાળ પૂરો કરવો પડશે. પ્રાથમિક ચાર વર્ષના કોન્ટ્રેક્ટમાં તેમને પેન્શન મળશે નહીં. જે 75% અગ્નિવીર આ સ્કીમમાંથી બહાર નીકળી જશે તેમને સેવા નિધિ પેકેજ આપવામાં આવશે. તે 11થી 12 લાખનું પેકેજ અગ્નિવીરના મંથલી કોન્ટ્રિબ્યુશનથી ફંડ કરવામાં આવશે. એ સિવાય તેમને મળેલા સર્ટિફિકેટ અને બેન્ક લોન દ્વારા અન્ય ક્ષેત્રે કરિયર શરૂ કરવામાં મદદ મળશે….

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/II2ues9Cv0BDqPgrSDlhWI

 

error: Content is protected !!