આપ માંથી રાજીનામું આપી ઈન્દ્રનીલ રાજ્યગુરૂ ફરી કોંગ્રેસમાં જોડાયા…
સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીને બહુ મોટો ફટકો લાગ્યો છે, સૌરાષ્ટ્રના કદાવર નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપીને પુનઃ કોંગ્રેસમાં સામેલ થયા છે. થોડા મહિના પહેલા જ ઈન્દ્રનીલ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા શર્મા, જગદીશ ઠાકોર અને સુખરામ રાઠવાએ ઈન્દ્રનીલ રાજ્યગુરૂને કોંગ્રેસનો કેસ પહેરાવીને પુન: સ્વાગત કર્યુ હતું….
હજુ તો ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ (AAP) પોતાનો પગદંડો જમાવ્યો નથી ત્યાં જ પાર્ટીમાં ભડકો શરુ થઈ ગયો છે. સૌરાષ્ટ્રમાં AAPનો જેની પર મોટો મદાર હતો તે ઈન્દ્રનીલ રાજ્યગુરુ છેડો ફાડીને કોંગ્રેસમાં પરત આવી ગયા છે. એટલું જ નહીં, AAPને અવસરવાદી અને ભાજપની બી ટીમ ગણાવતા ઈન્દ્રનીલે એવો પણ આક્ષેપ કર્યો હતો કે પાર્ટીમાં કોઈનું સાંભળવામાં આવતું નથી. તો બીજીતરફ AAPના સંગઠન મંત્રી રાજભા ઝાલાએ તો મીડિયાને ત્યાં સુધી જણાવ્યું હતું કે, પાર્ટીની નીતિ અવસરવાદી છે, રાજભા ઝાલા મરી જશે પણ કોઈના પગ નહીં પકડે…
આ અંગે ઈન્દ્રનિલ રાજ્યગુરૂએ મીડિયાને જણાવ્યું કે, ભાજપની જેમ આમ આદમી પાર્ટી પણ લોકોને મૂર્ખ બનાવી રહી છે માટે મેં કોંગ્રેસમાં ઘર વાપસી કરી છે. ભાજપની બી ટીમ બની ભાજપની સતા ફરી ટકી રહે માટે એ રીતે આમ આદમી પાર્ટી આયોજન કરી ટિકિટ ફાળવણી કરી રહી છે.ઉલ્લેખનીય છે કે ઈન્દ્રનીલ રાજ્યગુરુ ફરી કોંગ્રેસ પક્ષમાં પાર્ટીમાં જોડાયા બાદ તેના ટેકેદાર અને આમ આદમી પાર્ટીના રાજકોટ વિધાનસભા 71ના ઉમેદવાર વશરામ સાગઠિયા પણ ગમે તે ઘડીએ કોંગ્રેસમાં ઘરવાપસી કરે તેવી ચર્ચા પણ હાલ થઈ રહી છે.
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Caugn0J3CfLIgMBhvNsup0