ભારત રત્ન ડો.બાબાસાહેબ આંબેડકરજીની જન્મ જયંતિ નિમિતે ગઇકાલે ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિ.(A++)નો આઠમા દીક્ષાંત સમારોહ(પદવીદાન સમારોહ) યોજાયો હતો, જેમાં ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી તથા યુનિ.ના કુલાધિપતિ પ્રો.(ડો.) અમીબેન ઉપાધ્યાય અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહ્યા હતા…
આ તકે વાંકાનેર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી કુમુદબેન પ્રવિણચંદ્ર મહેતા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં BAOU સ્ટડી સેન્ટરની બે વિધાર્થિનીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા, જેમાં વાંકાનેરના સામાજિક અગ્રણી અબ્દુલભાઈ ગેલેક્સીની દિકરી બાદી રીઝવાનાબેન અબ્દુલરહિમભાઈ (૮૧%)ને આર્ટસ વિભાગમાં મુખ્ય વિષય અર્થશાસ્ત્ર સાથે તથા ચાવડા રસીલા સુરેશભાઈ (૮૯%) ને કોમર્સ વિભાગમાં યુનિ.ના લગભગ ૨૦૦ જેટલા સેન્ટરોમાંથી પ્રથમ ક્રમ મેળવતા ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતાં….
આ સાથે જ વાંકાનેરના અન્ય ૪૦ વિદ્યાર્થીઓને પદવી પત્રક પણ આપવામાં આવ્યા હતા. આ તકે અમદાવાદ ખાતે યોજાયેલ ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં બન્ને ગોલ્ડ મેડલ મેળવનાર વિદ્યાર્થીનીઓના મુખ્ય વિષય પરામર્શક તથા સેન્ટર કો_ ઓર્ડીનેટર પ્રો.શીતલ બેન શાહ, સેન્ટરના વહીવટી અધિકારી યજ્ઞેશભાઇ ભટ્ટ, ટ્રસ્ટીશ્રીઓ શ્રીમતી દમયંતીબેન મહેતા તથા શ્રીમતી મેઘા બેન મહેતા તથા ગોલ્ડ મેડલ મેળવનાર વિદ્યાર્થીનીઓના પરિવારજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા…
વાંકાનેર શહેરમાં શ્રી અમરસિંહજી કેમ્પસમાં baou સ્ટડી સેન્ટર જૂન ૨૦૧૯ માં શરૂ થયું હતુ, જેના પ્રથમ તબક્કામાં સ્નાતક કક્ષાએ બે ગોલ્ડ મેડલ તથા ૪૦ વિધાર્થીઓને પદવી પત્રક મેળવવા બદલ ટ્રસ્ટના પ્રમુખ, ઉપપ્રમુખ તથા ટ્રસ્ટીશ્રીઓ, સેન્ટરના કો ઓર્ડીનેટર શીતલ બેન તથા સેન્ટરના તમામ વિધાર્થીઓને ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU