વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેરના વિશિપરા વિસ્તારમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા છ શખ્સોને ઝડપી પાડી તમામ સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પીઆઇ કે.એમ.છાસીયાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના માણસો કામગીરી કરવા પ્રત્યનશીલ હોય દરમ્યાન કોન્સટેબલ પ્રતિપાલસિંહ વાળા તથા કૃષ્ણરાજસિંહ ઝાલાને મળેલી ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર શહેરના વીશીપરા વિસ્તારમાં શંકરના મંદીર પાસે લીંબડાના ઝાડ નીચે દરોડો પાડી જાહેરમા જુગાર રમતા ૧). વિશાભાઈ સાતાભાઈ માંડાણી, ૨). જીતેન્દ્રભાઈ ગોબરભાઈ કોબીયા,

૩). યુનુસભાઈ ઈબ્રાહીમભાઈ મમાણી, ૪). સતારભાઈ અબ્દુલભાઈ ભાડુલા, ૫). ગીરધરભાઈ ગોબરભાઈ કોબીયા અને ૬). હુશેનભાઈ જુસબભાઈ શેખને રંગે હાથે તિનપતિનો જુગાર રમતા રોકડ રકમ રૂ. 10,600 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….

વાંકાનેર સીટી પોલીસ ટીમની આ કામગીરીમાં પીઆઈ કે. એમ. છાસીયા, હેડ કો. યશપાલસિંહ પરમાર, હરપાલસિંહ પરમાર, હરદીપસિંહ ઝાલા, કો. પ્રતિપાલસિંહ વાળા, કૃષ્ણરાજસિંહ ઝાલા, ધર્મરાજભાઈ ગઢવી તથા દિવ્યરાજસિંહ ઝાલા સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU

error: Content is protected !!