વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા રેલ્વેમાં મુસાફરી દરમિયાન એક ૬૨ વર્ષીય વૃદ્ધા રાજકોટથી વાંકાનેર વચ્ચે ગુમ‌ થયા હોવાની માહિતીના આધારે પોલીસે તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી વૃદ્ધ મહિલાની શોધખોળ ચલાવી વૃદ્ધાને જંગલ વિસ્તારમાંથી અર્ધબેભાન અવસ્થામાં શોધી કાઢી મહિલાનું તેના પરિવાર સાથે મિલન કરાવી ઉમદા માનવસેવા નું ઉદાહરણ પૂરું પાડ્યું હતું….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ઓખા-રામેશ્વરમ ટ્રેનમાં રાજકોટથી અમદાવાદ વચ્ચે મુસાફરી દરમિયાન વાંકાનેર સુધીમાં ઉમાલક્ષ્મીબેન જોષી નામના વૃદ્ધ મહિલા ગુમ થતા અમદાવાદ પોલીસ દ્વારા તેમની શોધખોળ માટે વાંકાનેર પોલીસને જાણ કરવામાં આવી હતી, જેના આધારે વાંકાનેર સીટી પોલીસ દ્વારા સી ટીમ સહિતના સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી અમરસર રેલ્વે સ્ટેશનથી વાકાનેર રેલ્વે સ્ટેશન સુધીના વિસ્તારમાં તાત્કાલીક ગુમ થનાર મહિલાનો ફોટો બતાવી તપાસ કરતા સી-ટીમના સ્ટાફને પેટ્રોલીંગ દરમિયાન રાજાવડલા ગામ પાસે આ ગુમ થનારનો ફોટો બતાવી તપાસ કરતા મહિલા રાજાવડલા ગામની સીમમાં જંગલ વિસ્તારમા જતાં જોયેલ હોવાનુ જાણવા મળ્યું હતું.

બાદમાં તપાસ કરતા ડુંગરાળ વિસ્તારમા ઉમા લક્ષ્મીબેન જોશી અર્ધબેભાન હાલતમા મળી આવતા તેઓને હોસ્પીટલમાં ખસેડતા જરૂરી સારવાર બાદ ભાનમા આવેલ મહિલાએ પોતાનુ નામ ઉમાલક્ષ્મીબેન જોષી હોવાનું જણાવતા વાંકાનેર સીટી પોલીસ ટીમે એલ.સી.બી. પશ્ચીમ રેલ્વે અમદાવાદનાઓનો સંપર્ક કરી ગુમ મહીલા મળી આવેલ ની જાણ કરી હતી. આ સાથે જ મહિલાના પરીવારના સભ્યોને જાણ કરવામા આવતા તેઓના પરીવારના સભ્યો સાથે ગુમ થનાર બહેનનું સુખદ મિલન કરાવવામાં આવેલ હતું. ઉમાલક્ષ્મીબેન જોષીની સારવાર દરમ્યાન પરીવારના સભ્ય તરીકે વાંકાનેર સીટી પોલીસ સ્ટાફ દ્વારા સારસંભાળ લેવામાં આવ હતી…

વાંકાનેર સીટી પોલીસ ટીમની આ કામગીરીમાં પી.આઈ. કે. એમ. છાસીયા, પીએસઆઇ ડી. વી. કાનાણી, એ.એસ.આઇ ભુપતસિંહ પરમાર, મહિલા કો. સંગીતાબેન નાકિયા, હેડ કો. યશપાલસિંહ પરમાર, બળદેવસિંહ તથા કો. તાજુદિનભાઇ શેરસીયા સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો…..

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU

error: Content is protected !!