વાંકાનેર તાલુકાના પાંચદ્વારકા ગામે રહેતા એક યુવાને ગામની ગૌચરની જમીન પર કરવામાં આવેલા દબાણ દૂર કરવા માટે ગ્રામ પંચાયત અને મામલતદારમાં અરજી કરી હોય જે બાબતનો ખાર રાખી બે શખ્સોએ યુવાન પર હુમલો કરી માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે, જેથી આ બનાવમાં યુવાનની ફરિયાદ પરથી વાંકાનેર તાલુકા પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના પાંચદ્વારકા ગામ ખાતે રહેતા પરબતભાઈ બચુભાઈ પાંચિયા (ઉ.વ. ૩૦)એ આરોપી રિયાઝ ખલુભાઈ બાદી અને ખલુભાઈ મામદજલાલભાઈ બાદી સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ગામની ગૌચરની જમીન ખુલ્લી કરાવવા માટે ફરિયાદીએ ગ્રામ પંચાયતમાં અને મામલતદારને અરજી કરી હોય જે બાબતનો ખાર રાખી બંને આરોપીઓએ યુવાન પર હુમલો કરી માર મારી ગાળો આપી હતી જેથી આ બનાવમાં વાંકાનેર તાલુકા પોલીસે યુવાનની ફરિયાદ પરથી બંને આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC