ત્રણ દિવસ વાંકાનેર શહેરમાં સ્ટોલ ગોઠવી દાન ભેગું કરાયા બાદ હવે ઓનલાઇન અને ઓફલાઇન દાન ભેગું કરાશે….
થોડા દિવસ પહેલા તુર્કી અને સીરિયામાં ભયાનક ભૂકંપ આવતા અસંખ્ય લોકો પોતાના પરિવારજનો અને ઘર ગુમાવતા વિકટ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે, ત્યારે ઈન્ટરનેશનલ સંસ્થા દાવતે ઈસ્લામી દ્વારા તુર્કી અને સિરીયામાં ભુકંપ પીડિતોની વહારે આવી દિવસ રાત કામગીરી કરી રાહત કેમ્પ શરૂ કરવામાં આવ્યા છે, જેના માટે દાવતે ઈસ્લામી ઈન્ડીયાની કલ્યાણ શાખા દ્વારા ગરીબ નવાઝ રિલીફ ફાઉન્ડેશન અંતર્ગત સમગ્ર દેશમાં તુર્કી અને સિરીયાના ભુકંપ પીડિતોની મદદ માટે દાન ભેગું કરવામાં આવી રહ્યું છે….
આ રાહત કામગીરી અંતર્ગત ઈસ્લામિક સંસ્થા દાવતે ઈસ્લામી દ્વારા છેલ્લા ત્રણ દિવસથી વાંકાનેર શહેરમાં અલગ અલગ જગ્યાએ ડોનેશન સ્ટોલ ઉભા કરી દાન એકત્રીત કરવામાં આવી રહ્યું હતું, જે બાદ હવે તુર્કી અને સિરીયાના ભુકંપ પીડિતોની મદદ માટે તમામ નાગરિકોને આહવાન કરી અને ઓનલાઇન તથા ઓફ લાઇન એમ બંને રીતોથી વધુમાં વધુ દાન આપવા જાહેર અપિલ કરવામાં આવી છે…
👉🏻 ઓનલાઇન દાન માટે નીચેની લિંક પર ક્લિક કરો…
https://dawateislamiindia.org/help-turkiye
👉🏻 ઓફ લાઇન દાન માટે…
ગ્રીન સેલ્સ એજન્સી
દાણાપીઠ ચોક, આર.ડી.સી. બેંક નીચે, વાંકાનેર
મો. 9979058600
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1