વાંકાનેર શહેર ખાતે દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત દેવદયા ડાયગ્નોસ્ટિક સેન્ટર (બંધુસમાજ) હોસ્પિટલ દ્વારા કાન, નાક અને ગળાના રોગો માટે ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આગામી રવિવારના રોજ રાતીદેવળી કન્યા શાળા ખાતે આ નિદાન કેમ્પ યોજાશે, જેમાં કાન, નાક અને ગળાના રોગોના સ્પેશ્યાલિસ્ટ ડો. સુરભી અંબાણી D.L.O. ( ENT SURGEON, ગોલ્ડ મેડાલિસ્ટ) સેવા આપશે…
આ નિદાન કેમ્પમાં નિષ્ણાત ડોક્ટર દ્વારા કાન, નાક અને ગળાના રોગોની સચોટ સારવાર તથા નિદાન કરવામાં આવશે તેમજ ઓપરેશન અંગે પણ યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે. આ કેમ્પનો લાભ વાંકીયા, પંચાસિયા, રાણેકપર, પંચાસર, વઘાસીયા જેવા ગ્રામ્ય વિસ્તારના દર્દીઓ પણ લઇ શકશે….
તારીખ :- 12/02/2023
વાર :- રવીવાર
સમય :- સવારે 09:30 થી 02:00 સુધી
સ્થળ :- રતિદેવળી કન્યા પ્રાથમિક શાળા
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1