વાંકાનેર તાલુકાના પ્રતાપગઢ ગામના વતની પીઢ કોંગ્રેસ અગ્રણી અને રાજકોટ ડેરીના ડિરેક્ટર તેમજ વાંકાનેર તાલુકા સંઘ અને વાંકાનેર માર્કેટિંગ યાર્ડના પૂર્વ પ્રમુખ રસુલભાઈ કડીવારનું ગઈકાલે અવસાન થયેલ છે, જેમની દફનવિધિ ગત રાત્રે 10 વાગ્યે કરવામાં આવી હતી…


મર્હુમ રસુલભાઈ કડીવાર રાજકીય અને સામાજિક રીતે સક્રિય આગેવાન હોય અને ખાસ તેઓ સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલા હોય જેથી મર્હુમનું બેસણું આજે શનિવારે સાંજના 4 થી 6 વાગ્યે પ્રતાપગઢ ગામ ખાતે આવેલ તેમના નિવાસસ્થાને રાખેલ છે, જ્યારે મર્હુમ રસુલભાઈ કડીવારની જિયારત આવતીકાલ રવિવાર સવારે પ્રતાપગઢ ગામ ખાતે રાખેલ છે…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1


