
પોલીસ તપાસમાં ખુલાસા બાદ ટાટા કંપનીએ આરોપી સામે વધુ એક ફરિયાદ નોંધાવી, 99 ડોલ TATA Genuine DEF(યુરીયા) ડિઝલ ઓઈલ કબ્જે….

વાંકાનેર તાલુકના ભાયાતી જાંબુડિયા ગામની સીમમાં આવેલ એક રિફ્રેક્ટરીઝની ઓરડીમાંથી મોરબી એલસીબી ટીમે એક પરપ્રાંતિય રાજસ્થાની શખ્સને એમ.ડી. ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લીધા બાદ કોર્ટે આરોપીના રિમાન્ડ મંજૂર કર્યા હતા જેમાં આ દરમ્યાન પોલીસ તપાસમાં ખુલાસા થયો હતો કે આ આરોપી વાહનોમાં વપરાતું ટાટા કંપનીનું DEF (યુરિયા) ડિઝલ ઓઇલ બનાવીને વેચતો હતો જેથી બાબતે ટાટા કંપની દ્વારા આરોપી સામે કોપીરાઇટ્સ એકટ મુજબ વધુ એક ફરિયાદ નોંધાવી છે….


બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ગત તા. 8 જાન્યુઆરીના રોજ વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડિયા ગામની સીમમાં આવેલ આદિત્યરાજ રીફેક્ટરીઝ નામના કારખાનાના કમ્પાઉન્ડમા આવેલ ઓરડીમાં મોરબી એલસીબી ટીમે દરોડો પાડી આરોપી ઓમપ્રકાશ હનુમાનરામ હેરાજરામ ચૌધરી (ઉ.વ. ૩૮, રહે. હોડ, સીણધરી, બાડમેર, રાજસ્થાન) ને એમ.ડી. એમડી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લીધો હતો…

આ સાથે જ પોલીસને રેઈડ દરમિયાન ઓરડીમાં વાહનોમાં ઉપયોગમાં લેવાતા ટાટા કંપનીના TATA GENUINE DEF(યુરિયા) ડિઝલ એક્ઝોસ્ટ ફ્લુએડ ઓઈલની 99 ડોલ તેમજ 234 નંગ ડોલ ઉપર લગાવવાના સ્ટીકર સહિત કુલ રૂ. 1,38,600 નો મુદ્દામાલ મળી આવતા બાબતની જાણ ટાટા કંપનીને કરવામાં આવી હતી….

જેમાં પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે ઉપરોક્ત ડ્રગ્સ પ્રકરણમાં ઝડપાયેલ આરોપી ડ્રગ્સની સાથે ટાટા કંપનીનું નકલી ઓઇલ પણ બનાવી વેચાણ કરતો હતા. જેથી બાબતે ટાટા કંપનીની ઓરીજીનલ પ્રોડક્ટના ડુપ્લીકેટ માલ બનાવવા અને વેચાણ મામલે ગઈકાલે કંપનીના ઓથોરાઈઝડ અધિકારી સુનિલભાઈ મહેન્દ્રભાઇ વોરા (રહે.ગાંધીનગર, સેકટર-4)એ આરોપી ઓમપ્રકાશ હનુમાનરામ ચૌધરી સામે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે કોપીરાઈટ એક્ટ 63, 64 તેમજ ટ્રેડ માર્ક એક્ટ 103, 104 મુજબ ગુન્હો નોંધી બનાવની વધુ તપાસ શરૂ કરી છે…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1