વાંકાનેર શહેરના નવાપરા-પંચાસર રોડ પર આવેલ ધર્મનગર ખાતે પેપીના કારખાના પાછળ કોઈ શખ્સો જાહેરમાં જુગાર રમતા હોવાની ચોક્કસ ખાનગી બાતમીને આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા નવ જુગારીઓને રોકડ રકમ સહિત કુલ રૂ 29,400ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં પંચાસર રોડ પર આવેલ ધર્મનગર ખાતે પેપીના કારખાના પાછળ કોઈ શખ્સો જાહેરમાં જુગાર રમતા હોવાની ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર સીટી પોલીસ ટીમે સ્થળ પર દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ૧). મથુરભાઈ વિરજીભાઈ મેટાળીયા, ૨). સંજયભાઈ ગોરધનભાઈ મેટાળીયા, ૩). સંજયભાઇ કાળુભાઇ જીડીયા, ૪). વલ્લભભાઈ માનસીંગભાઈ મેટાળીયા,
૫). પરેશભાઈ રમણીકભાઈ રોજાસરા, ૬). રાહુલભાઈ પ્રેમજીભાઈ માલકીયા, ૭). પ્રતાપભાઈ નાગરભાઈ ભુસડીયા, ૮). આદમભાઈ ઉસ્માનભાઈ કટીયા અને ૯). અબ્દુલભાઈ અમીભાઈ માલકીયાને રોકડ રકમ સહિત કુલ રૂ. 29,400 સાથે ઝડપી પાડી તમામ સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1