વાંકાનેર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ખનીજ માફિયાઓ બેફામ બની ખુલ્લેઆમ ખનીજચોરી કરી રહ્યા હોવા છતાં જવાબદાર તંત્ર આંખ આડા કાન કરી તમાશો જોઈ રહ્યું છે, જેમાં દિવસ-રાત વાંકાનેર વિસ્તારમાં ખનીજચોરી ભરેલા ડમ્પરો માતેલા સાંઢની જેમ દોડી રહ્યા હોવા છતાં આજ સુધી જવાબદાર તંત્રએ કોઈ ડમ્પરોને ઉભા રાખી રોયલ્ટી બાબતે ખરાઈ કરી હોવાની માહિતી સુધ્ધાં બહાર આવી નથી…

આ બધા વચ્ચે આજે વહેલી સવારે વાંકાનેર મામલતદાર કચેરી સામે ખનીજચોરી ભરેલા ડમ્પર ચાલકે ઓવરલોડ માટી-મોરમ ભરી ડમ્પર ખોલી નાંખતા રોડ પર માટી-મોરમનુ રેલમછેલ સર્જાઈ હતી જેના કારણે અહીંથી પસાર થતાં વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે, જેથી બાબતે આ રોડ પર કોઈ ગંભીર અકસ્માત સર્જાય તે પહેલાં જવાબદાર તંત્ર રોડ પરથી માટી-મોરમની રેલમછેલ દુર કરે તે અનિવાર્ય છે…

અત્રે ઉલ્લેખનીય છે કે વાંકાનેર મામલતદાર કચેરીથી સિંધાવદર-રાજાવડલા ગામ સુધીના ડુંગરાળ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ખુલ્લેઆમ ખનીજ ચોરી ચાલી રહી છે, જે બાબતે અગાઉ એક ખનીજ માફિયા સામે તંત્રએ કાર્યવાહી કર્યા બાદ હજી તેની શાહી સુકાઈ નથી, ત્યાં આ વિસ્તારમાં ફરીથી ખુલ્લેઆમ બેફામપણે દિવસ-રાત ખનીજ ચોરી ચાલી રહી છે, છતાં જવાબદાર તંત્ર આજ સુધી આ વિસ્તારમાં આટો મારવા પણ ગયું નથી. આ વિસ્તારની હાલત જોઈએ તો ખનીજ માફિયાઓને મોકળું મેદાન મળતા ગઢીયા ડુંગર-ધારને ખોદી મેદાન બનાવી દેવામાં આવ્યા છે, લાખો-કરોડો રૂપિયાની ખનીજ ચોરી બાદ પણ જવાબદાર તંત્ર આંખ ખાડા કાન કરી તમાશો જોઈ રહ્યું છે, જે બાબત તંત્રના ટેબલ નિચેના વહીવટ માટે સુચક મનાઈ રહી છે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1

error: Content is protected !!