વાંકાનેર શહેરમાં ખાનગી હોસ્પિટલ ધરાવતા બે તબીબોને બીએસએનએલના કર્મચારીઓની સારવાર માટે બહાર પડેલ કરોડો રૂપિયાનું ટેન્ડર અપાવી દેવાના બદલામાં રૂ. 22 લાખનું કમિશન લેવા આવેલ બીએસએનએલ રાજકોટના જનરલ મેનેજરની ખોટી ઓળખ આપનાર સહિતની પરપ્રાંતીય ત્રિપુટીને મોરબી એસઓજી ટીમે ઝડપી પાડી હતી…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના શાસ્ત્રીનગરમાં આવેલ રોયલ કેર હોસ્પીટલના તબીબ ડો.ધર્મેન્દ્રસિંહ ઝાલા તથા વાંકાનેર મીલ પ્લોટમાં આવેલ સાઈ હોસ્પીટલના ડો.જીજ્ઞેશ ધીરજભાઈ દેલવાડીયાને બીએસએનએલ રાજકોટના જનરલ મેનેજર યોગેશકુમાર ગઢશીરામ ભાસ્કર તરીકેની ખોટી ઓળખ આપી આરોપી રમેશ રામસુભાગ પ્રજાપતી, (રહે.રામ લક્ષમણ, ગામ તા.રૂદ્રપુર, જી.દેવરીયા, ઉત્તરપ્રદેશ),

સુનીલ દેવીદયાલ નામદેવ (રહે.વોર્ડ નં-૮૫ લાલારામ ચોકડી સામે, કલ્યાસોત પૂલ પાસે, સમરધા ગામ, હોશંગાબાદ રોડ, પોસ્ટ હુઝુર, ભોપાલ, મધ્યપ્રદેશ) અને સલમાન નબીમહમદ કુરેશી (રહે.ઇસ્લામ પૂરા પંચાયતી મસ્જીદ પાસે, જી.ભોપાલ, મધ્યપ્રદેશ)એ ટેલિફોનિક સંપર્ક કરી બીએસએનએલના કર્મચારીઓની સારવાર માટે બહાર પાડવામાં આવેલ 6,20,92,800 રૂપિયાનું ટેન્ડર અપાવવાની લાલચ આપી કમિશન પેટે અનુક્રમે રૂપિયા 7 લાખ અને 15 લાખ આપવા માંગ કરી હતી…

બીજી તરફ વાંકાનેરના બન્ને ડોક્ટરોને આ ત્રિપુટીની ટેલિફોનિક વાતચીત ઉપરથી છેતરપિંડી આચરવાનો કારસો હોવાનું જણાતા રાજકોટ બીએસએનએલ કચેરીના જનરલ મેનેજર યોગેશકુમાર ગઢશીરામ ભાસ્કરનો સંપર્ક સાધતા તેઓએ આવા કોઈ ટેન્ડર બહાર પાડવામાં ન આવ્યા હોવાનું જણાવી તબીબોને આ ઠગ ટોળકીને રૂબરૂ મળવા બોલાવવા કહી સમગ્ર બનાવ મામલે મોરબી એસઓજીને જાણ કરતા ગઈકાલે એસઓજી મોરબીની ટીમે વાંકાનેર ખાતે ડો.ધર્મેન્દ્રસિંહ ઝાલાની હોસ્પિટલમાં દર્દીનો સ્વાંગ રચી જાળ બિછાવતા ટેન્ડરની બોગસ નકલ, સ્ટેમ્પ સહિતની સામગ્રી સાથે 22 લાખ કમિશન લેવા આવેલી ત્રિપુટીને રંગે હાથ ઝડપી લઈ બીએસએનએલ કચેરી રાજકોટના જનરલ મેનેજરને યોગેશકુમાર ગઢશીરામ ભાસ્કરને ફરિયાદી બનાવી વાંકાનેર સીટી પોલીસ મથકમાં ગુન્હો નોંધાવ્યો હતો…

મોરબી એસઓજી ટીમે આરોપીઓએ ગુનામાં વાપરેલ મોબાઇલ નંગ-6 કી.રૂ.16,500, રોકડા રૂપીયા 9000, જુદા જુદા ડોકટરના નામ વાળી ચીઠ્ઠીઓ, ડમી ચુટણી કાર્ડ, બેંકના કાર્ડ નંગ-2, થેલો નંગ-1 અને પાકીટ નંગ-1 મળી કુલ રૂપીયા 25,500ના મુદામાલ સાથે ત્રણેયને ઝડપી લીધા હતા. આ સફળ કામગીરી એસઓજી ઇન્ચાર્જ પીઆઇ એમ.પી.પંડ્યા, પીએસઆઇ કે.આર.કેસરિયા, એએસઆઇ રણજીતભાઇ બાવળા, હેડ કોન્સ્ટેબલ રસિકકુમાર કડીવાર, સબળસિંહ સોલંકી, મુકેશભાઈ જોગરાજીયા, મહાવીરસિંહ પરમાર, જુવાનસિંહ રાણા, શેખાભાઇ મોરી, પોલીસ કોન્સ્ટેબલ સતિષભાઈ ગરચર, આસિફભાઇ રાઉમાં, ભાવેશભાઈ મિયાત્રા, કમલેશભાઈ ખાંભલા, અંકુરભાઈ ચાચુ અને અશ્વિનભાઈ વીરાભાઇ લોખીલ સહિતના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1

error: Content is protected !!