વાંકાનેર તાલુકાના ઢુવા ગામ નજીક એક યુવાન ટ્રક પર ચડી તાલપત્રી છોડી રહ્યો હોય ત્યારે અચાનક નીચે પડી જતાં યુવાનને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેથી તેનું મોત થયું હતું જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ઢુવા ગામ નજીક આવેલ સનરાઇઝ ફેકટરી પાસે વેલાભાઈ બાબુભાઈ સોઢા (ઉ.વ. 30, રહે. ભીમાસર ભટુકીયા, કચ્છ) નામનો યુવાન માટી ભરેલા ટ્રક પર ચડી તાલપત્રી છોડી રહ્યો હોય ત્યારે અચાનક કોઈ કારણસર બેલેન્સ ગુમાવતા ટ્રક ઉપરથી નીચે પટકાતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી જેથી તેનું મોત થયું હતું જેથી આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
વાંકાનેર વિસ્તારની ચુંટણીની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DNb8wXSjSI38V6051lLQI4