આજે ગુજરાતમાં ઉત્તર અને મધ્ય-પૂર્વ ગુજરાતના 14 જિલ્લાની 93 બેઠકો પર એટલે કે કુલ 182 બેઠકોમાંથી 51 ટકા બેઠકો પર મતદાન શરૂ થયું છે. બીજા તબક્કામાં 833 ઉમેદારો ચૂંટણી લડી રહ્યા છે, જેમાં 69 મહિલા ઉમેદવારો પણ છે. 93 બેઠકોમાંથી 74 સામાન્ય તો 6 એસ.સી. અને 13 એસ.ટી. બેઠક છે. કુલ 2.51 કરોડ મતદારોમાંથી 1.22 કરોડ મહિલા છે. 18થી 19 વર્ષના 5.96 લાખ મતદારો છે. 90 વર્ષથી વધુ વયના 5400 મતદાર છે. ગત વર્ષની વાત કરીએ તો બીજા તબક્કાની 93 સીટમાંથી ભાજપને 51, કોંગ્રેસને 39 અને અપક્ષને 3 સીટ મળી હતી. સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાત પ્રદેશોની 89 બેઠકો માટે પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે યોજાયું હતું. પ્રથમ તબક્કામાં સરેરાશ 63.31 ટકા મતદાન નોંધાયુ હતું….
બીજા તબક્કામાં, બાકીની 93 બેઠકો પર મતદાન થશે, જેના માટે ભાજપ, કૉંગ્રેસ અને નવી ચૂંટણી પ્રવેશ કરનાર આમ આદમી પાર્ટી (AAP) સહિત 61 રાજકીય પક્ષોમાંથી 833 ઉમેદવારો મેદાનમાં છે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીની ઑફિસ દ્વારા જણાવ્યા મુજબ, આ ઉમેદવારોમાં 285 અપક્ષોનો પણ સમાવેશ થાય છે. ભાજપ અને અરવિંદ કેજરીવાલની આગેવાનીવાળી AAP તમામ 93 બેઠકો પર ચૂંટણી લડી રહી છે. કૉંગ્રેસ 90 બેઠકો પર ચૂંટણી લડી રહી છે અને તેની સહયોગી રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (NCP) એ બે બેઠકો પર ઉમેદવાર ઊભાં રાખ્યાં છે. અન્ય પક્ષોમાં, ભારતીય ટ્રાઇબલ પાર્ટી (BTP) એ 12 અને બહુજન સમાજ પાર્ટી (BSP) 44 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે….
બીજા તબક્કાના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલના ઘાટલોડિયા (અમદાવાદ શહેરમાં), વિરમગામ બેઠક (અમદાવાદ જિલ્લામાં) જ્યાંથી પાટીદાર નેતા હાર્દિક પટેલ ભાજપની ટિકિટ પર લડી રહ્યા છે અને ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી અલ્પેશ ઠાકોર પણ ભાજપના ઉમેદવાર તરીકે લડી રહ્યા છે. આ બેઠકો પર આ ઉમેદવારોના પ્રદર્શન અને તેમને મળનારા મત પર ખાસ નજર રહેશે. આ ઉપરાંત, દલિત નેતા જિજ્ઞેશ મેવાણી બનાસકાંઠા જિલ્લાની વડગામ બેઠક પરથી કૉંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે, અને ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા છોટા ઉદેપુર જિલ્લાના જેતપુરથી ઉમેદવાર છે. ભાજપના બળવાખોર નેતા મધુ શ્રીવાસ્તવ વડોદરા જિલ્લાની વાઘોડિયા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે….
વાંકાનેર વિસ્તારની ચુંટણીની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DNb8wXSjSI38V6051lLQI4